સંજય રાઉતે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, ગઠબંધન હોય કે, સિંગલ પાર્ટી, સરકાર સામાન્ય લઘુત્તમ કાર્યક્રમ મુજબ ચાલે છે. સામાન્ય લઘુત્તમ કાર્યક્રમ રાષ્ટ્ર અને રાજ્યના હિત માટે કાર્ય કરે છે.
25 વર્ષ સુધી શિવસેનાનો CM રહેશે: સંજય રાઉત - shiv sena
મુંબઈ: મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ શિવસેના, કોંગ્રેસ અને NCP સાથે સરકાર બનાવવાના પ્રયત્નોમાં લાગેલી છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, NCP અને કોંગ્રેસ સાથે વાતચીત ચાલી રહી છે. સંજય રાઉતે કહ્યું કે, 25 વર્ષ સુધી શિવસેનાનો CM રહેશે.
shiv sena says common minimum programme will be in interest of maharashtra
મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે. જે પ્રગતિ અને અન્ય ક્ષેત્રોમાં સૌથી આગળ રહ્યું છે. બીજી તરફ દુષ્કાળ હોય કે, વરસાદ રાજ્યમાં વધુ કામ કરવાનું રહેશે. અન્ય પાર્ટીઓ જેને સાથે લઈને ચાલી રહી છે તેમને અનુભવ છે, જેથી રાજ્યને તેનો ફાયદો થશે.
ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે મુંબઈમાં શિવસેના, કોંગ્રેસ અને NCPના નેતાઓ વચ્ચે સંયુક્ત બેઠક યોજાઈ. જેમાં સામાન્ય લઘુત્તમ કાર્યક્રમ અંગે વાતચીત કરવામાં આવી.