મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આજે 125 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના એક સાથે મળી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. હાલમાં પણ રાજ્યમાં આ બંને સાથી પક્ષોની જ સરકાર છે, જ્યાં મુખ્યપ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસ છે.
મહારાષ્ટ્ર ચૂંટણી: ભાજપ બાદ શિવસેનાએ પણ 70 ઉમેદવારી યાદી જાહેર કરી - મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના
મુંબઈ: શિવસેનાએ પોતાની પ્રથમ યાદીમાં 70 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં આદિત્ય ઠાકરેનું નામ પણ સામેલ છે. જે મહારાષ્ટ્રની વર્લી બેઠક પરથી ચૂંટણી લડશે.
maharashtra shiv sena
મંગળવારે ભાજપની યાદી બાદ તુરંત જ શિવસેનાએ પણ પોતાની પ્રથમ 70 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં ઠાકરે પરિવારમાંથી પ્રથમવાર ચૂંટણી મેદાનમાં ઉતરેલા ઉદ્ધવ ઠાકરેના દિકરા આદિત્ય ઠાકરેનું નામ પણ સામેલ છે. આદિત્ય ઠાકરે મહારાષ્ટ્રની વર્લી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.