મહારાષ્ટ્રમાં સત્તાને લઈને શિવસેનાનું મોટું નિવેદન સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, 1995થી 1999 દરમિયાન રાજ્યમાં પ્રથમ શિવસેના-ભાજપ ગઠબંધનની સરકાર દરમિયાન શિવસેનાના સ્થાપક સ્વર્ગસ્થ બાલ ઠાકરે ઘણીવાર રીમોટ કંટ્રોલ શબ્દનો ઉપયોગ કરતા હતાં.
મહારાષ્ટ્રમાં સત્તાનું રિમોટ હવે ઉદ્ધવના હાથોમાં છે - શિવસેના-ભાજપ ગઠબંધનની સરકાર
મુંબઈ: શિવસેનાનું કહેવું છે કે, મહારાષ્ટ્રમાં સત્તાનું રિમોટ કંટ્રોલ હવે પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના હાથમાં છે. પાર્ટી આવુ નિવેદન ત્યારે આપી રહી છે જ્યારે તેઓને 2014ની સરખામણીમાં આ વખતે વિધાનસભામાં ઓછી બેઠકો મળી છે.
shiv sena on uddhav thackeray over maharashtra politics
શિવસેના અન્ય માગ સાથે એવું ઈચ્છે છે કે, ભાજપ તેને લેખિત રીતે સત્તામાં બરાબરી કરવાનો હક આપે તેમજ મુખ્યપ્રધાનના પદના કાર્યકાળના સમયને એક સમાન વહેંચે.
શિવસેનાના મુખપત્ર સામનામાં તેમની કોલમ રોક્ટોકમાં સંજય રાઉતે કહ્યું છે કે, શિવસેનાએ આ વખતે ઓછી બેઠકો જીતી છે. 2014માં 63ની સરખામણીએ તેણે 56 બેઠકો જીતી લીધી છે. પરંતુ, તેની પાસે સત્તાની ચાવી છે.