ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસે 21 ઓક્ટોબરના મતદાન પહેલા "મહા જનાદેશ" યાત્રા દરમિયાન 288 બેઠકોમાંથી 200થી વધારે વિધાનસભા વિસ્તારોમાં પ્રવાસ કર્યો હતો. ફડનવીસે ચૂંટણી પરિણામના એક દિવસ પહેલા 23 ઓક્ટોબરે ભાજપ શિવસેના ગઠબંધન 200થી વધારે બેઠકો પર વિજય મેળવશે.
શિવસેનાએ 'સમાના'માં કહ્યું કે, આ જનાદેશે આ ધારણાને ફગાવી દીધી કે પાર્ટી બદલીને વિપક્ષી પાર્ટીને તોડીને મોટી જીત મેળવી શકાય છે.
આ પણ વાંચો..મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ: શિવસેના બોલી 50-50 ના ફોર્મ્યુલા પર બનશે સરકાર
મહારાષ્ટ્ર ચૂંટણીમાં NCP અને કોંગ્રેસે સારુ પ્રદર્શન કર્યું છે. સામનામાં પરિણામનું આંકલન કરતા શિવસેનાએ કહ્યું કે, પરિણામ બતાવે છે કે, વિપક્ષના રાજકારણને સમાપ્ત ન કરી શકાય.
ચૂંટણી દરમિયાન ભાજપે NCPમાં જોડતોડનું રાજકારણ કર્યું હતું, ત્યારે લોકોને લાગ્યું હતું કે, શરદ પવારની પાર્ટીનું કોઈ ભવિષ્ય નથી.
આ પણ વાંચો...ઘર આંગણે જ શિવસેનાને મળી હાર !
શિવસેનાએ કહ્યું કે, NCPએ 50 બેઠકોનો આંકડો પાર કરીને વાપસી કરી અને કોંગ્રેસે 44 બેઠકો પર વિજય મેળવ્યો છે. આ પરિણામ સત્તાકીય પાર્ટી માટે ચેતાવણી છે કે, જે સત્તાનું ઘમંડ ના કરે.