મહારાષ્ટ્રમાં સરકારના ગઠનમાં લાગેલી કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ મેરાથન બેઠકમાં સમગ્ર મુદા પર સહમતિ બનાવી છે. હવે નવી સરકારના ગઠન અને તેમની રુપરેખા વિશે આજે જાહેરાત થઈ શકે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ, મલ્લિકાર્જૂન ખડગે અને કેસી વેણુગોપાલ આજે મુંબઈ પહોચશે.
શિવસેના, NCP અને કોંગ્રેસ કરી શકે છે સરકાર બનાવવાની સત્તાવાર જાહેરાત
મુંબઈ : મહારાષ્ટ્રમાં સરકાર ગઠનનો પેચીદો પ્રશ્ન ઉકેલાય તેવી સંભાવના છે. સુત્રો અનુસાર કોંગ્રેસ-NCPના નેતા શિવસેના નેતા આજે મહારાષ્ટ્રની સરકાર ગઠન અંગે મહત્વનો નિર્ણય લઈ શકે છે.
etv bharat
બીજી તરફ શિવસેનાના ધારાસભ્યોની આજે બેઠક યોજશે. પાર્ટીએ તેમના ધારાસભ્યોને 5 દિવસના કપડા અને ઓળખપત્ર સાથે રાખવાનું જણાવ્યુ છે. ઉદ્ધવ ઠાકરે તમામ MLAને સંબોધિત કરશે.
આજે મહારાષ્ટ્રમાં NCP, કોંગ્રેસ અને શિવસેનાના મોટા નેતાએ બેઠક કરશે. જેમાં ગઠબંધન પર અંતિમ નિર્ણય આવી શકે તેમ છે.