મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો બાદ પાર્ટીના ધારાસભ્યોની શનિવારે મુંબઇના શિવસેના મુખ્યાલયમાં બેઠક મળી હતી. બેઠકમાં ભાજપ સાથે સરકાર રચવાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. શિવસેના 50-50ની ફોર્મ્યુલા હેઠળ અઢી વર્ષના મુખ્યપ્રધાનના કાર્યકાળ પર અડગ છે. શિવસેનાએ આ મામલે ભાજપ પાસે લેખિતમાં ખાતરી માગી છે.
ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી શિવસેના વતી કહેવામાં આવતું હતું કે ભાજપ અને શિવસેના વચ્ચે ચૂંટણી પહેલા 50-50 ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી, તેના આધારે નિર્ણય લેવામાં આવશે. શિવસેનાના નેતાઓએ માગ કરી છે કે આદિત્ય ઠાકરેને સીએમ બનાવવામાં આવે.