ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્ર ચૂંટણી: શિવસેનાનો મેનીફેસ્ટો જાહેર, માત્ર 10 રુપિયામાં ભોજન આપશે ! - મુંબઈની આરે કૉલોની

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કરી 124 સીટો પર લડી રહેલી શિવસેનાએ શનિવારના રોજ પોતાનો મેનીફેસ્ટો જાહેર કર્યો હતો. આ મેનીફેસ્ટોમાં 10 રુપિયામાં ભોજન તથા ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરી છે.

shiv sena manifesto

By

Published : Oct 13, 2019, 1:00 PM IST

મુંબઈની આરે કૉલોનીમાં મેટ્રો કોચ શેડ માટે કરવામાં આવતા વૃક્ષના છેદન માટે અઠવાડીયા પહેલા જ ભારે વિરોધ થવા છતાં શિવસેનાએ પોતાના મેનીફેસ્ટોમાં આ વાતનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે તથા તેમના દિકરા આદિત્ય ઠાકરેએ પાર્ટીનો મેનીફેસ્ટો જાહેર કર્યો હતો. આદિત્ય ઠાકરે મુંબઈની વર્લી સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.

શિવસેનાએ મહારાષ્ટ્રમાં 1000 ફૂડ જોઈન્ટ સ્થાપવાની વાત કહી છે, જેમાં માત્ર 10 રુપિયામાં ભોજન મળશે.

શિવસેનાએ ઘરેલુ વપરાશમાં વિજળી દરમાં 30 ટકાનો ઘટાડો કરવાનું પણ વચન આપ્યું છે. તેમને કહ્યું કે, તેઓ ખેડૂતોને દેવામાંથી મુક્ત કરાવશે. સ્વાસ્થ્ય તપાસ અંતર્ગત રાજ્યમાં એક રુપિયાની ક્લીનિક શરુ કરવામાં આવશે. જેમાં 200 અલગ અલગ બીમારીઓની તપાસ થશે.

ઠાકરે અહીં વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દા પર વધારે ભાર આપવામાં આવશે. મુંબઈ અને થાણે વિસ્તારમાં અમુક ખાલી જગ્યા છે ત્યાં વનના વિકાસાવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details