ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઘર આંગણે જ શિવસેનાને મળી હાર ! - maharashtra assembly election

ન્યુઝ ડેસ્ક: મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપની સરકાર બનવાનું નક્કી છે. પરંતુ, કેટલીક બેઠકો પર અણધાર્યા પરિણામો આવ્યા છે. ઠાકરે પરિવાર બાંદ્રા પૂર્વ મતવિસ્તારમાં રહે છે. જ્યાં તેમનું નિવાસસ્થાન માતોશ્રી છે એ જ બેઠક પર શિવસેનાએ હારનો સામનો કરવો પડયો છે.

ઘર આંગણે જ શિવસેનાને મળી હાર !

By

Published : Oct 24, 2019, 8:52 PM IST

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ઠાકરે પરિવારમાંથી પહેલીવાર ચૂંટણીમા ઉભા રહેલા આદિત્ય ઠાકરેનો વર્લી બેઠક પરથી વિજય થયો છે. પરંતુ, શિવસેના પોતાના જ ઘર આંગણે હારી ગઈ છે. જે વિસ્તારમાં ઠાકરે પરિવાર રહે છે તે જ બાંદ્રા પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાં શિવસેનાનો પરાજય થયો છે.

બાંદ્રા પૂર્વ બેઠક પર શિવસેનાના ઉમેદવાર વિશ્વનાથ મહાદેશ્વર ઉભા હતાં. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર જીશાન બાબા સિદ્દકી ઉભા હતાં. 2014માં આ બેઠક પર શિવસેનાના ઉમેદવાર પ્રકાશ સાવંત જીત્યા હતાં. પરંતુ, હવે આ બેઠક પર શિવસેનાનો કબ્જો રહ્યો નથી. આ ચૂંટણીમાં કોંગ્રેસના જીશાન બાબ સિદ્દકીનો વિજય થયો છે.

ABOUT THE AUTHOR

...view details