જણાવી દઈએ કે, શિવસેનાના 56 ધારાસભ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસના 44 અને એનસીપીના 54 ધારાસભ્યો અને ડઝનેક અપક્ષ ધારાસભ્યોનું શિવસેનાને સમર્થન મળી શકે છે. ત્યારે આવા સમયે તેમનો આંકડો સ્વાભાવિક છે કે, 170ની આસપાસ પહોંચી શકે છે.
મહારાષ્ટ્ર સત્તા સંઘર્ષ: શિવસેનાએ કર્યો પૂર્ણ બહુમતનો દાવો, હવે અમારો CM હશે - હવે અમારો CM હશે
મુંબઈ: મહારાષ્ટ્રમાં શિવસેનાએ સરકાર બનાવવાનો દાવો કર્યો છે. શિવસેના નેતા સંજય રાઉતે આજે કહ્યું હતું કે, હવે અમારી પાસે 170 ધારાસભ્યોનું સમર્થન છે. જે 175 સુધી હજુ પહોંચી શકે છે.
shiv sena latest news
NCP ધારાસભ્યો સાથે શરદ પવારની બેઠક
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવારે રવિવારના રોજ મહારાષ્ટ્ર એનસીપીના ધારાસભ્યો સાથે બેઠક ચાલી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં સરકાર બનાવવાને લઈ ચર્ચાઓ ચાલી રહી છે.
Last Updated : Nov 3, 2019, 12:22 PM IST