શિવસેનાના પ્રમુખે 21 ઓક્ટોબરે યોજનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સાથે ગઠબંધનના પોતાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, શિવસેના માટે રામ મંદિરનો મુદ્દો રાજકારણથી ઉપર છે. આ મુદ્દાને આગામી મહારાષ્ટ્ર ચૂંટણી સાથે કોઈ સંબધ નથી.
મુંબઈના શિવાજી પાર્કમાં મંગળવારે શિવસેનાની વાર્ષિક દશેરાની રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, PM મોદીએ રામ મંદિર પર ન બોલવાની સલાહ આપી છે. કારણે આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે.
આ પણ વાંચો...અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ: 18 ઓક્ટોબર સુધીમાં સુનાવણી પુરી કરવા સુપ્રીમ કોર્ટની ભલામણ
શિવસેના પ્રમુખે કહ્યું કે, આ મામલો છેલ્લા 35 વર્ષથી પેન્ડિંગ છે. ઉલ્લેખનીય છે કે, 21 ઓક્ટોબરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે. જેનું પરિણામ 24 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. હાલમાં રાજકીય પાર્ટીઓના પ્રચાર પડઘમ જોર શોરમાં ચાલી રહ્યાં છે.