નવીન દલાલ ચૂંટણીમાં હાલ જોરદાર પ્રચાર કરી રહ્યા છે. પોતાની જાતને ગૌરક્ષક બતાવનારા નવીન દલાલે ગૌરક્ષક સેના નામનું સંગઠન પણ બનાવી રાખ્યું છે. જેના બેનર હેઠળ તે બહાદુરગઢમાં અનેક ધરણ પ્રદર્શન પણ કરી રહ્યો છે.
હરિયાણા ચૂંટણી: JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલીદ પર હુમલાના આરોપીને શિવસેનાએ ટિકિટ આપી - દિલ્હીમાં ત્રણ અપરાધિક ગુનાઓ
બહાદુરગઢ: જેએનયુના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલીદ પર હુમલો કરનારા આરોપી નવીન દલાલને આ વખતે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. હરિયાણામાં 21 ઓક્ટોબરના રોજ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. જ્યાં શિવસેનાએ પણ હાથ અજમાવ્યો છે. શિવસેનાએ આ વખતે બહાદુરગઢથી ટિકિટ આપી છે. આપને જણાવી દઈએ કે, નવીન દલાલ પર બહાદુરગઢ અને દિલ્હીમાં ત્રણ અપરાધિક ગુનાઓ નોંધાયેલા છે.
Shiv Sena Candidate Naveen Dalal
આપને જણાવી દઈએ કે, નવીન દલાલે ઓગસ્ટ 2018માં દિલ્હીની કોન્સિટ્યૂશન ક્લબમાં જેએનયુના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલીદ પર પોતાના મિત્રો સાથે મળી હુમલો કર્યો હતો.આ હુમલા બાદ નવીન દલાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો પર શેર કર્યો હતો, જેમાં તે જેએનયુ ગેંગને પાલતું કુતરા કહેતો જોવા મળ્યો હતો. ભારત માતા વિરુદ્ધ નારા લગાવાના કથિત આરોપનો વિરોધમાં તેમણે આ કામ કર્યું હતું.