ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શિવ પ્રતાપ શુક્લ રાજ્યસભાની એથિક્સ કમિટીના અધ્યક્ષ બન્યા - રાજ્યસભામાં પાર્ટીના ચીફ વ્હીપ શિવ પ્રતાપ શુક્લ

રાજ્યસભાના સાંસદ શિવ પ્રતાપ શુક્લને 21 જુલાઇએ રાજ્યસભામાં પાર્ટીના ચીફ વ્હીપ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા. ત્યારે હવે રાજ્યસભામાં તેમને વધુ એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

શિવ પ્રતાપ શુક્લ
શિવ પ્રતાપ શુક્લ

By

Published : Jul 31, 2020, 7:18 PM IST

નવી દિલ્હી: ભાજપના ચીફ વ્હીપ શિવ પ્રતાપ શુક્લને રાજ્યસભામાં બીજી મોટી જવાબદારી મળી છે. રાજ્યસભાના અધ્યક્ષ એમ.વેંકૈયા નાયડુએ તેમને રાજ્યસભાની નૈતિક સમિતિના અધ્યક્ષ બનાવ્યા. આ સમિતિ ગૃહની અંદર અથવા બહાર સાંસદોના કોઈપણ પ્રકારના વર્તનની ફરિયાદોની તપાસ કરે છે.

રાજ્યસભાના સાંસદ શિવ પ્રતાપ શુક્લને 21 જુલાઇએ જ રાજ્યસભામાં પાર્ટીના ચીફ વ્હીપ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા. રાજ્યસભામાં હવે તેમને બીજી મોટી જવાબદારી મળી છે.

એથિક્સ કમિટીમાં અધ્યક્ષ ઉપરાંત દસ સભ્યો હોય છે. તેમાં કોંગ્રેસના આનંદ શર્મા, સપાના રામ ગોપાલ યાદવ, એઆઈએડીએમકેના નવનીત કૃષ્ણન, ટીએમસીના ડેરેક ઓ. બ્રાયન, જેડીયુના રામચંદ્ર પ્રસાદ સિંહ, બીજેડીના પ્રસન્ન આચાર્ય અને ટીઆરએસના કેશવ રાવનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details