SSST ના ચીફ અકાઉન્ટ ઓફિસર બી.બી.ઘોરપડેએ જણાવ્યું કે, RBI એ ડિરેક્ટર જનરલે કે.કમલકાનનને સમસ્યાના સમાધાન માટે એક બેઠક કરી. તેમણે કહ્યું કે તેઓ છેલ્લા 1 વર્ષથી આ સમસ્યાથી પરેશાન થઈ રહ્યા હતા.
તેઓએ જણાવ્યું કે, સાંઈબાબા સમાધિ મંદિરના ખજાના અને આસપાસના પરીસરમાં દરવર્ષે 1 કરોડ સિક્કાઓ જમા થાય છે. જેનું મુલ્ય અંદાજે 4 કરોડ રુપિયા થાય છે.
RBI એ કર્યું શિરડી મંદિરના નાના સિક્કાઓની મોટી સમસ્યાનું સમાધાન અગાઉના વર્ષે મોટાભાગની બેંકોમાં જગ્યાના અભાવને કારણે, ગણતરીમાં મુશ્કેલી થવાને કારણે અને પરિવહન અને તેમને ફરી સરક્યુલેશનમાં લેવાની સમસ્યાને કારણે સિક્કા સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે 'છેલ્લા ત્રણ મહિનામાં અમે બેંકોમાં ત્યારે સિક્કાઓને જમા કરાવતા હતા જ્યારે તેઓને રાખવા માટે તેઓ પાસે જગ્યાઓ હતી, પરંતુ સમસ્યા ત્યારે પણ એ જ હતી'
સમાધાન મુજબ, હવે SSST બેંકોને સિક્કા રાખવા માટે મંદિર પરીસરમાં 10 ભંડાર બનાવવા માટે સહમત થઇ છે.
તેઓએ જણાવ્યું કે, "અમે તેમને રૂમ આપીશું, દરેક રૂમ 400 ચોરસ ફૂટના હશે અને CCTV અને સુરક્ષા ગાર્ડ હશે અને સાથે જ ખાસ ગ્રીલ બનાવવામાં આવશે, બેંકો આ રૂમમાં સિક્કા ત્યાં સુધી રાખી શકે છે જ્યાં સુધી તેઓ તેમનો નિકાલ કરી શકે નહીં"