ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે શિરડીમાં બંધનું એલાન, મંદિર દર્શન શરૂ - મુંબઇ

મુંબઇ: આજે શિરડીમાં બંધનું એલાન છે. પરંતુ દર્શનના સમયમાં કોઈ ફેરફાર નહીં થાય. મહત્વનું છે કે, આ નિર્ણય મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને આપેલા નિવેદન બાદ લેવામાં આવ્યો છે.

આજથી અનિશ્ચીત સમય સુધી શિરડી બંધ
આજથી અનિશ્ચીત સમય સુધી શિરડી બંધ

By

Published : Jan 19, 2020, 9:15 AM IST

Updated : Jan 19, 2020, 9:29 AM IST

થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્વવ ઠાકરેએ સભાને સંબોધન કરતા સમગ્ર વિવાદ ઉભો થયો હતો. એક સભાને સંબોધન કરતા ઠાકરે સરકારે કહ્યું કે, સાઇબાબાનો જન્મ થયો, ત્યાં પાથરીમાં વિકાસના કામનો આરંભ કરીશુ અને વિકાસની એક નવી ઉંચાઈ સર કરીશું. મુખ્ય પ્રધાનની આ વિકાસ અંગેની જાહેરાત કર્યા બાદ સાઈબાબાના ગામમાં ખુશી છવાઇ ગઇ હતી. આ નિવેદનને લઇને અહમદનગરમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો.

આજથી અનિશ્ચીત સમય સુધી શિરડી બંધ

આ સમગ્ર આક્રોશને પગલે શિરડીને અનિશ્ચિત સમય સુધી બંધ રાખવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી. જેના પગલે તે જાહેરાતનો સમય આજે આવી ગયો છે જેના પગલે આજથી અનિશ્ચીત સમય ગાળા સુધી શિરડી બંધ રહેશે. તે દરમિયાન માત્ર સાંઇબાબાનું મંદિર જ ખુલ્લુ રહેશે. આ સિવાય શહેર, ગલી કે મહોલ્લામાં કોઇ પણ દુકાન કે લારીઓ પણ ખુલ્લી રહેશે નહીં. આ સમગ્ર એલાનના પગલે એક બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ બેઠકમાં સમગ્ર બાબત અંગેની ચર્ચા થશે.

Last Updated : Jan 19, 2020, 9:29 AM IST

ABOUT THE AUTHOR

...view details