ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હેમંત સોરેનના પિતા શિબૂ સોરેનનો રાજકીય ઈતિહાસ જાણવા જેવો છે !

શિબૂ સોરેને 1970ના દાયકામાં રાજનીતિમાં આવ્યા ત્યારે આદિવાસીઓના નેતા તરીકે છાપ લઈને આવ્યા હતા. એવું કહેવાય છે કે, 1975માં તેમણે બિન આદિવાસી લોકોને બહાર ખદેડવા માટેનું એક આંદોલન પણ તેમણે ચલાવ્યું હતું. તે સમયે લગભગ 7 લોકોના મોત પણ થયા હતા. તે સમયે સોરેન પર ભડકાઉ ભાષણ સહિત અનેક આરોપ લાગ્યા હતા.

shibu soren profile
shibu soren profile

By

Published : Dec 29, 2019, 3:07 PM IST

શિબૂ સોરેન ઝારખંડના મોટા માથા તરીકે ખ્યાતનામ છે. શિબૂ સોરેન ઝારખંડના રાજકારણનો સૌથી મોટો ચહેરો છે. તેઓ ત્રણ વખત ઝારખંડના મુખ્યપ્રધાન રહી ચુક્યા છે. આ સમય દરમિયાન તેઓ ફ્કત 10 દિવસ માટે જ મુખ્યપ્રધાન રહ્યા હતા. ઝારખંડ મુક્તિ મોર્ચાના સંસ્થાપક શિબૂ સોરેન 2006મા કેન્દ્ર સરકારમાં કોલસા પ્રધાન પણ રહી ચુક્યા છે. 14 લોકસભામાં તેઓ ઝારખંડના દૂમકાથી સાંસદ પણ રહ્યા છે.

શિબૂ સોરેનના બાળપણમાં જ તેમના પિતાની મહાજનોએ હત્યા કરી નાખી. ત્યાર બાદ શિબૂ સોરેન લાકડા વેચવાનો ધંધો શરુ કર્યો. શિબૂ સોરેને રુપી કિસ્કૂ સાથે લગ્ન કર્યા. તેમના ત્રણ સંતાનો છે જેમાં દુર્ગા, હેમંત અને બસંત અને એક દિકરી અંજલી છે. હેમંત સોરેન 2013-14માં ઝારખંડના મુખ્યપ્રધાન પણ રહી ચુક્યા છે. દુર્ગા સોરેન 1995થી 2005 દરમિયાન ધારાસભ્ય રહ્યા છે. હાલમાં જામામાંથી દુર્ગા સોરેનની પત્ની સીતા સોરેન ધારાસભ્ય છે.બસંત સોરેન ઝારખંડ મુક્તિ મોર્ચાના યુવા અધ્યક્ષ છે.

શિબૂ સોરેને પહેલી લોકસભા ચૂંટણી 1977માં લડી હતી, પણ ચૂંટણીમાં તેમની હાર થઈ. તેઓ પહેલી વાર 1980માં લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા. ત્યાર બાદ શિબૂ સોરેન 1989, 1991 અને 1996માં લોકસભા ચૂંટણી જીત્યા. 2002માં તેઓ રાજ્યસભા પહોંચ્યા. એ જ વર્ષે તેમણે રાજ્યસભાથી રાજીનામું આપી લોકસભાની પેટાચૂંટણી જીતી.

શિબૂ સોરેનનું રાજકીય જીવન વિવાદોથી ખરડાયેલું છે. શિબૂ સોરેન 2006માં કેન્દ્ર સરકારમાં કોલસા પ્રધાન રહેતા દિલ્હીની એક કોર્ટમાં તેમના સચિવ શશિ નાથની હત્યા કરવામાં દોષી ઠેરવ્યા હતા. આ ચર્ચિત કાંડ 1994માં થયો હતો. ઉપરાંત તમના પર બીજા પણ અનેક આરોપો લાગેલા છે.

શિબૂ સોરેને 2009માં ઝારખંડના મુખ્યપ્રધાન તરીકેના શપથ લીધા, પણ થોડા મહિના બાદ ભાજપનું સમર્થન ન મળતા તેઓ બહુમત સાબિત કરી શક્યા નહીં અને તેમને મુખ્યપ્રધાનના પદ પરથી રાજીનામું આપી દીધું.

30 વર્ષ જૂના ચિરુધિ કેસમાં તેઓ 69 અન્ય લોકોની સાથે 10 લોકોની હત્યા કરવામાં પણ આરોપી રહ્યા છે. આ કેસમાં તેમના વિરુદ્ધ અરેસ્ટ વોરંટ પણ ઈશ્યું થઈ હતી. તેથી તેમણે મનમોહન સરકારમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. શરુઆતમાં તેઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. શિબૂ સોરેનને એક મહિનો કસ્ટડીમાં રહ્યા બાદ જામીન પર છૂટ્યા. 2004મા ફરીથી કોલસા પ્રધાન તરીકે પદ પર આવ્યા. તે સમયથી 2005થી કોંગ્રેસ અને ઝામૂમો વચ્ચે ગઠબંધન થયું.

ABOUT THE AUTHOR

...view details