ગુજરાત

gujarat

By

Published : Jan 27, 2020, 7:35 PM IST

ETV Bharat / bharat

શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેનનું વિવાદિત નિવેદન, કહ્યું- 'AMU-JNUમાં હજારો કસાબ છે'

શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ વિવાદીત નિવેદન આપ્યું છે. રિઝવીએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં થઈ રહેલા નાગરિકતા સુધારા કાયદા (CAA) અને NRC રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટરના વિરુદ્ધ પ્રદર્શન પર કહ્યું કે, AMU અને JNUમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની સરખામણી મુંબઇ હુમલામાં દોષી આતંકી અજમલ કસાબ સાથે કરી છે.

shia
શિયા સેન્ટ્રલ વક્ફ

લખનઉ: શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ પોતાના નિવેદનોના કારણે વિવાદોમાં રહે છે. આ વખતે તેમને નવો વિવાદ સર્જોયો છે. વસીમ રિઝવીએ કહ્યું કે, AMU અને JNUમાં હજારો કસાબ છુપાયેલા છે. શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ વધુમાં કહ્યું કે, પાકિસ્તાનના ષડયંત્રના અમલ પર કોંગ્રેસ દેશમાં ગૃહયુદ્ધ કરવામાં માગે છે. તેમણે કહ્યુ કે, આવી યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને કલમ છોડીને દેશના ભાગલા પાડવાની કોશિશ કરી રહી છે.

શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેન રિઝવીનું વિવાદિત નિવેદન, કહ્યું- 'AMU-JNUમાં હજારો કસાબ છે'

ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સુધારા કાયદો લાગુ થયા બાદ દેશભરમાં તેનો વિરોધ થઇ રહ્યો છે. વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યાં છે. જેમાં AMU, JUN, જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details