નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ શિયા સેનટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ સૈયદ વસીમ રિજવી દ્વારા એક ફરિયાદ દાખલ કરાઈ છે. તેમણે પોતાની ફરીયાદમાં લખ્યુ હતું કે, મરકજના મૌલાના સાદની હરકતથી તેઓ ખુબ દુઃખી છે. આ જગ્યાએથી સેંકડો લોકોને કોરોના ફેલાયો. અહિંય થયેલુ કામ દેશ સામે યુદ્નની સમાન છે. જેના કારણે નિર્દોશ લોકો મરી રહ્યા છે. લોકો વચ્ચે બિમારી ફેલાવવામા તેમની ભુમિકા છે.
શિયા વક્ફ બોર્ડના પ્રમુખે મૌલાના સાદ વિરુદ્ધ હત્યા અને દેશદ્રોહનો આરોપ લગાવ્યો - શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડ
ઉત્તર પ્રદેશ શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષે નિઝામુદ્દીન પોલીસ મથકમાં મૌલાના સાદ વિરુદ્ધ હત્યા અને દેશદ્રોહનો આરોપ લગાવ્યો હતો. મૌલાના સાદ વિરુદ્ધ FIR દાખલ કરવાની માગ કરી છે.
શિયા વક્ફ બોર્ડના પ્રમુખે મૌલાના સાદ સામે હત્યા અને દેશદ્રોહનો આરોપ લગાવ્યો
સૈયદ વસીમ રિજવીએ આ કૃત્યને ષડયંત્ર ગણાવ્યુ હતું. મૌલાના સાદ વિરુદ્વ કાર્યવાહી કરવાની માગ કરી છે. મૌલાના સાદ સામે હત્યા અને ષડયંત્રની કલમ અનુસાર ફરીયાદ દાખલ કરવા માગ કરી છે.