પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ ત્યાં મોટી સંખ્યામાં સેનાને ખડકી દેવામાં આવી હતી.આ ઘટના બાદ શેહલા રાશિદે ભારતીય સેના પર એક વિવાદીત ટ્વીટ કર્યું હતું.
શેહલા રાશિદ પર દેશદ્રોહનો કેસ, સેના વિરુદ્ધ ખોટી અફવા ફેલાવવાનો આરોપ - indian army
નવી દિલ્હી: ભારતીય સેનાને લઈ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ JNUની વિદ્યાર્થી શેહલા રાશિદની મુશ્કેલીઓ વધી રહી છે. આ ઘટનામાં જોઈએ તો, સુપ્રીમ કોર્ટના વકીલ આલોક શ્રીવાસ્તવ દ્વારા આપવામાં આવેલી ફિરયાદ બાદ પ્રાથમિક તપાસ બાદ આવેલા રિપોર્ટના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
વિતેલી 18 ઓગસ્ટના રોજ શેહલાએ કાશ્મીરને લઈ એક ટ્વીટ કર્યું હતું. જેમાંથી બે ટ્વીટમાં તેણે સેના વિરુદ્ધ ખોટી અફવા ફેલાવતા ન્યૂઝ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટના વકીલ આલોક શ્રીવાસ્તાવે આ બાબતને લઈ પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયકને ફરિયાદ કરી છે અને શેહલા વિરુદ્ધ FIR દાખલ કરવાની માગ કરી હતી.
અરજી કર્તા વકીલના જણાવ્યા અનુસાર શેહલા રાશિદના ટ્વીટથી ભારતીય સેના બદનામ થઈ છે. તેથી શેહલા વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. આ કેસની તપાસ પોલીસ કમિશ્નરને સોંપી દેવામાં આવી છે. લગભગ બે અઠવાડિયાની તપાસ બાદ સ્પેશિયલ સેલે આ મામલે કેસ દાખલ કર્યો છે.