આ વખતે ભાજપે શત્રુઘ્ન સિન્હાની જગ્યાએ કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદને ટિકિટ આપી છે. શત્રુઘ્ન સિન્હા આ અગાઉ ઘણી વખત વડાપ્રધાન સહિત કેંન્દ્ર સરકારના નિર્ણયો પર સવાલો ઉઠાવી ચૂક્યા છે.
બોલીવુડની હસ્તિ શત્રુઘ્ન સિન્હા જોડાશે કોંગ્રેસમાં... - Gujarati news
નવી દિલ્હી: ભાજપ નારાજ નેતા શત્રુઘ્ન સિન્હા કોંગ્રેસમાં જોડાશે. આ જાણકારી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અખિલેશ પ્રતાપ સિંહે આપી છે. ઉતર પ્રદેશ કોંગ્રેસના નેતા અખિલેખ પ્રતાપ સિંહે કહ્યું કે, શત્રુઘ્ન સિન્હા કોંગ્રેસમાં જોડાશે. તમનેે જણાવી દઈએ કે, શત્રુઘ્ન સિન્હા 16મી લોકસભામાં બિહારના પટનાની સાહિબ સીટ પરથી ચૂંટાયા હતા.
28 માર્ચના કોંગ્રેસમાં જોડાશે શત્રુઘ્ન સિન્હા
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેર્નજી દ્રારા કોલકતામાં આયોજીત રેલીમાં પણ શત્રુઘ્ન સિન્હાએ ભાગ લીધો હતો. વિપક્ષ દળોના નેતાઓની હાજરી અને મોદી સરકારને હટાવાવાની રેલીમાં શત્રુઘ્ન સિન્હાની હાજરીથી જ તેમને પાર્ટીમાંથી કાઢવાની અણસાર દેખાઈ રહ્યા હતા.