ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શત્રુઘ્ન સિન્હાએ લાહોરના લગ્ન પ્રસંગમાં દેખા દીધી, થયાં ટ્રોલ - કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિન્હા પાકિસ્તાનના લગ્નમાં જોવા મળ્યા

પાકિસ્તાની અભિનેત્રી રીમા ખાને ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે લગ્નમાં શત્રુઘ્ન સિન્હા સાથે બેઠી છે.

ETV BHARAT
કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિન્હા પાકિસ્તાનના લગ્નમાં જોવા મળ્યા

By

Published : Feb 22, 2020, 11:24 AM IST

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા અને બૉલિવૂડ એક્ટર શત્રુઘ્ન સિન્હા પાકિસ્તાનના લાહોરમાં એક લગ્ન પ્રસંગમાં સામેલ થયા હતાં. લગ્ન દરમિયાન તેમના થોડા ફોટા સામે આવ્યાં છે. જેમાં તે સ્ટેજ પર બેસેલા જોવા મળે છે. લોકો તેમના આ ફોટાથી સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યાં છે.

ન્યૂઝ એજન્સી ANI મુજબ, સિન્હા લાહોરમાં એક લગ્ન પ્રસંગમાં પહોંચ્યાં હતાં. ત્યાં પાકિસ્તાની બિઝનેસમેન મિયાં અસદ અહસાનના કહેવાથી ગયા હતા. પાકિસ્તાની અભિનેત્રી રીના ખાને પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે શત્રુઘ્ન સિન્હાની સાથે બેઠી છે.

ઉલ્લેખનીય છે કે, BJPના કદ્દાવર નેતા રહેલા શત્રુઘ્ન સિન્હા મે 2019માં લોકસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસે તેમને પટનાસાહિબ લોકસભા બેઠક પરથી ચૂંટણી મેદાને ઉતાર્યા હતા. જો કે, તે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ સામે ચૂંટણી હારી ગયા હતાં.

ABOUT THE AUTHOR

...view details