ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેરળ પૂરમાં મદદ કરનાર માછીમારો માટે શશી થરૂરે માગ્યું નોબેલ, લખ્યો પત્ર - fishermen

નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ શશી થરૂરે નોર્વેની નોબેલ કમેટીના ચેરપર્સન બેરિટ રીસ એન્ડરસનને પત્ર લખ્યો છે. થરૂરે પત્ર લખીને એન્ડરસને માંગ કરી છે કે, કેરળમાં આવેલા ભયાનક પૂર દરમિયાન મછીમારોએ રાહત કાર્યમાં મોટું યોગદાન આપ્યું છે, જેથી તેમણે શાંતિનો નોબેલ આપવા માટે નોમિનેટ કરવામાં આવે.

kerala

By

Published : Feb 7, 2019, 1:14 PM IST

ઉલ્લેખનીય છે કે, કેરળમાં વિનાશક પૂર આવ્યું હતું. જેથી સમગ્ર દુનિયાનું ધ્યાય કેરળ તરફ ખેચ્યું હતું. રાહતકાર્યમાં સ્થાનિક માછીમારોએ મોટો સહયોગ કર્યો હતો. કેરળના મછીમારો ભાઈઓએ રાહયકાર્યમાં વિશેષ યોગદાન આપી કેટલાય લોકોના જીવ બચાવ્યાં હતાં.

આ અંગે શશી થરૂરે લખ્યું કે, પૂર દરમિયાન માછીમારોની આજીવિકા ખતમ થઇ ગઈ અને તેમની આવક બર્બાદ ખઈ ગઇ હતી. તેમ છતાં માછીમારોએ લોકોના જીવ બચાવ્યાં હતાં. તેમના પ્રયત્નના કારણે હજ્જારો જીવતા બચ્યાં હતાં. માછીમારોએ દિવસ-રાત કામ કર્યું હતું. શશી થરૂરે બે પત્ર લખ્યા છે. જે પોતાના ટ્વીટર પર શેર કર્યા છે. આ પહેલને સોશિયલ મીડિયામાં સમર્થન મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, જુલાઈ 2018માં કરેળમાં વિનાશક પૂરે તબાહી મચાવી હતી. આ અંગે કેરળ સરકારે કહ્યું હતું કે, આવી તબાહી 100 વર્ષમાં પહેલાવાર આવી હતી.

ABOUT THE AUTHOR

...view details