ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પોતાની વાત રાખવી જરુરી, નહીં તો 'મન કી બાત', 'મૌન કી બાત' બની જશે: થરુર - Latest news of PM modi

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરુરે PM મોદીને પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા તેમણે PM નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે તેમણે આ પત્રના માધ્યમ દ્વારા કહ્યું કે, આપણુ લોકતંત્ર આલોચના કરવાનો અધિકાર આપે છે. આમ છતાં ટીકાકારને દેશદ્રોહી તરીકે જોવું ખોટું છે.

Etv Bharat

By

Published : Oct 9, 2019, 9:07 AM IST

તેમણે આલોચકો સામે કેસ નોંધાવાની બાતને ખોટી ગણાવી છે. તેમણે આ વાતને ટ્વિટ કરીને જણાવી હતી. શશિ થરુરે PM મોદીને લખેલા પત્રમાં મોદીના એક ભાષણનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વર્ષ 2016માં પીએમ મોદીએ અમેરિકી કોંગ્રેસમાં બંધારણને પવિત્ર પુસ્તક તરીકે જણાવ્યું હતું.

શશિ થરુરનો PM મોદીને પત્ર

આ સાથે થરુરે કહ્યું કે, આટલું જ નહીં, PM મોદીએ બંધારણની વિગતો આપી અને કહ્યું કે આપણું બંધારણ ભારતમાં વસતા તમામ નાગરિકોને સ્વતંત્રતા, પોતાની વાત રાખવાની અને તમામ નાગરિકોને સમાનતાનો અધિકાર આપે છે.

શશિ થરુરનો PM મોદીને પત્ર

શશી થરુરે વધુમાં લખ્યું છે કે, ભારતના નાગરિક તરીકે અમે અમારી વાત સ્પષ્ટ રીતે રાખવા માગીએ છીએ. માત્ર આટલુ જ નહીં અમે એમ પણ ઇચ્છીએ છીએ કે, આ વસ્તુઓ તમારા સુધી પહોંચે અને પછી તમે તેના પર નિર્ણય લો. આગળ થરુરે કહ્યું કે, પોતાની વાતો વ્યક્ત કરવી જરૂરી છે નહીં તો 'મન કી બાત' 'મૌન કી બાત' બની જશે. થરુરે તેમ પણ કહ્યું કે, આપણે અહીં વડાપ્રધાન મોદીની પણ આલોચના કરી શકીએ છીએ.

શશિ થરુરનું ટ્વિટ

ABOUT THE AUTHOR

...view details