આ સાથે જ શશિ થરૂરે દેશમાં થઈ રહેલી મોબ લિંચિંગની ઘટનાઓને પણ ગાય સાથે જોડતા ક્હ્યું કે, આ ઘટનાઓથી આપણા દેશની છબી ખરાબ થઈ રહી છે. જ્યારે હું વિદેશ જાવ છું તો લોકો પુછે છે કે તમારે ત્યાં ગાયના નામ પર લોકોની હત્યા થઈ રહી છે. આ રીતના માહોલથી દેશમાં રોકાણમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં આર્થિક મંદી, ખરેખર 2019માં મોદી કઈ રીતે જીત્યા એવા તમામ સવાલોના જવાબ આપતા શશિ થરૂરે અમેરિકાના હાઉડીમાં પીએમ મોદીની રેલીને લઈ કહ્યું કે, દેશ હિતમાં જે પણ પગલા સરકાર લેશે અમે તેમની સાથે છીએ.
આર્થિક મંદી અને સર્જિકલ સ્ટ્રાઈક જેવા મુદ્દે શશી થરૂરે ફરી ઉઠાવ્યા મોદી સરકાર પર સવાલ
જયપુર: કોંગ્રેસ નેતા શશિ થરૂરે એક વાર ફરી પુલવામા એટેક બાદ થયેલા સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યો છે. એઆઈસીસીના 'ઈન્ડીયા ઈન ક્રાઈસિસ' સંવાદમાં સંબોધતા શશિ થરૂરે કહ્યું કે, 'સર્જિકલ સ્ટ્રાઈકમાં કોઈ પણ આતંકી મર્યા નથી. માત્ર અમુક ઝાડ પડ્યા હતા અને આપણા વિમાન પર્વતો ઉપરથી પરત આવી ગયા. તેના સબુત ન તો આપણી પાસે છે ના તો સરકાર પાસે, પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાન અને પાકિસ્તાન ખુદ માને છે કે બાલાકોટમાં લોકો મર્યા છે. મને નથી ખબર કે ઈમરાન ખાને માની લીધું છે કે બાલાકોટમાં લોકો મર્યા છે'.
Rajasthan
રાજસ્થાનના નાયબ મુખ્યપ્રધાન પાયલટે કહ્યું કે, દેશની અલગ અલગ રાજનૈતિક પાર્ટીથી નિકળી દેશ હિતમાં સંવાદ કરવો જોઈએ. દેશમાં આર્થિક વ્યવસ્થા મોટો પડકાર બન્યો છે. આર્થિક મંદીથી સૌથી મોટી માર લઘુ ઉદ્યોગને પડી છે. તેને લઈ કેન્દ્ર સરકારે બધા સાથે વાતચીત કરી સમાધાન શોધવું જોઈએ. બેરોજગારી માટે બધાએ મળીને કામ કરવું જોઈએ.