નવી દિલ્હી: સુનંદા પુષ્કર મૃત્યુ કેસના આરોપી અને કોંગ્રેસના સાંસદ શશી થરૂરે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને સુનંદા પુષ્કરના ટ્વિટ સુરક્ષિત રાખવાની માગ કરી છે. શશી થરૂરે કહ્યું છે કે, ટ્રાયલ કોર્ટમાં આ કેસ પેન્ડિંગ છે, ત્યાં સુધી સુનંદા પુષ્કરના ટ્વીટને સુરક્ષિત રાખવા માટે ટિ્વટર ઈન્ડિયાને માર્ગદર્શિકા જારી કરવામાં આવે.
શશી થરૂરે સુનંદા પુષ્કરના ટ્વીટ સાચવી રાખવા માગ કરી - સુનંદા પુષ્કરના ટ્વીટ
સુનંદા પુષ્કર મૃત્યુ કેસના આરોપી અને કોંગ્રેસના સાંસદ શશી થરૂરે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને સુનંદા પુષ્કરના ટ્વિટ સુરક્ષિત રાખવાની માગ કરી છે. શશી થરૂરે કહ્યું છે કે, ટ્રાયલ કોર્ટમાં આ કેસ પેન્ડિંગ છે, ત્યાં સુધી સુનંદા પુષ્કરના ટ્વીટને સુરક્ષિત રાખવા માટે ટિ્વટર ઈન્ડિયાને માર્ગદર્શિકા જારી કરવામાં આવે.
શશી થરૂરે પોતાના વકીલ વિકાસ પહવાના માધ્યમથી દાખલ કરેલી અરજીમાં કહ્યું છે કે, સુનંદા પુષ્કરના ટ્વીટ્સ આ કેસમાં ખૂબ મહત્વના છે. પરંતુ સુનંદા પુષ્કર હયાત નથી અથવા ટ્વિટર એકાઉન્ટ નિષ્ક્રિય હોવાના સંજોગોમાં તેના ટ્વીટ ડિલીટ થવાની સંભાવના છે. જો આવું થાય, તો ખોટા આક્ષેપોમાંથી પોતાને નિર્દોષ સાબિત કરવાનો શશી થરૂરનો અધિકાર ખતમ થઈ જશે.
અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, ટ્વિટર ઈન્ડિયાની નીતિ અનુસાર, લાંબા સમય સુધી નિષ્ક્રિય રહેવાની સ્થિતિમાં અથવા ખાતાધારકના મૃત્યુના સંજોગોમાં સંબંધિત વપરાશકર્તાનું ટ્વીટર એકાઉન્ટ ડિલીટ કરી દેવામાં આવે છે.