મધ્યપ્રદેશના ઈન્દોરમાં મીડિયાને સંબોધિત કરતા શશિ થરૂરે કહ્યું કે, આ કોઈને પણ જાણાવવાની જરૂર નથી કે, દેશના રાષ્ટ્રપિતા કોણ છે, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને ખબર નથી કે, ભારત 1947માં આઝાદ થયું હતું. વડાપ્રધાન મોદીનો જન્મ લગભગ 1949 અથવા 1950માં છે તો એ સમજવું મુશ્કેલ છે કે, પિતા પછી પેદા થયા અને પુત્ર પહેલા
ફાધર ઓફ ધ ઈન્ડિયા અંગે શશિ થરૂરનો કટાક્ષઃ પિતાનો પછી પુત્રનો પહેલા જન્મ થયો - donald trump latest news
ભોપાલ: અમેરાકા પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને ફાધર ઓફ ઈન્ડિયા કહ્યાં હતા. કોંગ્રેસ નેતા શશિ થરુરે જેની પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોઈ ને જણાવવાની જરૂર નથી કે, દેશના રાષ્ટ્રપિતા કોણ છે.
કાશ્મીર મુદ્દે મધ્યસ્થાની ટ્રમ્પના નિવેદન પર કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું કે, મધ્યસ્થાની જરૂર નથી. અમને પાકિસ્તાનની સાથે વાત કરવામાં કોઈ સમસ્યા નથી. પરંતુ પાકિસ્તાન એક હાથમાં બંદુક અને બીજામાં બોમ્બ રાખે છે તો, ભારત તેમની સાથે વાત ન કરી શકે. પાકિસ્તાને આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરવુ પડશે
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા. વડાપ્રધાન મોદી હ્યૂસ્ટનમાં "હાઉડી મોદી" નામના કાર્યક્રમમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીની વચ્ચે દ્વિપક્ષીપ બેઠક થઇ હતી. જે દરમિયાન બંને નેતાઓ એકબીજાની પ્રશંસા કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીને ફાધર ઓફ ઈન્ડિયા કહ્યાં હતાં.