દેશભરમાં CAA એ એક સગળતો મુદ્દો સાબિત થઈ રહ્યો છે. જેને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતીય રાજકારણમાં પણ તેની અસર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાય દિવસથી દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયામાં વિદ્યાર્થી દ્વારા CAA અને NRC મુદ્દે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે.
જામિયા પહોંચેલા શશિ થરૂરનો વિરોધ... - જામીયા આંદોલન ન્યૂઝ
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા શશિ થરૂર જામિયા મિલિયા ઈસ્લામિયામાં વિદ્યાર્થી દ્વારા થઈ રહેલા CAA અને NRC વિરોધ પ્રદર્શનમાં પહોંચ્યાં હતા. જેના કારણે તેમનો ભારે વિરોધ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો તેમની વિરૂદ્ધ ટ્વીટ કરીનો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે.
shashi-tharoor
આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ નેતા શશિ થરૂર વિદ્યાર્થીઓને મળવા માટે જામિયા પહોંચ્યા હતા. જેના કારણે તેમનો ભારે વિરોધ થયો હતો. તેમજ વિરોધ પ્રદર્શન દરમિયાન ‘લા-ઈલાહા ઈલ્લલ્લાહ’ જેવા શબ્દોનું ઉચ્ચારણ કર્યુ હતું. જેનો સોશિયલ મીડિયા પર વિરોધ થઈ રહ્યો છે.
Last Updated : Jan 13, 2020, 7:23 AM IST