નવી દિલ્હીઃ ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં, તેમને પડોશી રાજ્યની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેથી પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને સાંસદ શશિ થરૂરે ગૃહ પ્રધાન પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું કે, અમિત શાહ દિલ્હીની મુખ્ય હોસ્પિટલ AIIMSમાં દાખલ કેમ નથી થયા? તેમણે વધુમાં કહ્યું કે, જાહેર સંસ્થાઓને મજબુત કરવાની જરૂર છે. કારણ કે, તે જનતાના વિશ્વાસને પ્રેરિત કરે છે.
ઉલ્લેખનીય છે કે, રવિવારે ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેમને ગુડગાંવ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રવિવારે એક ટ્વીટમાં અમિત શાહે કહ્યું હતું કે, તેમનું સ્વાસ્થ્ય સારૂં છે, પરંતુ ડૉક્ટરોની સલાહના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ટ્વીટમાં તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને આઈસોલેટ થવા અને પોતાનો રિપોર્ટ કરાવા વિનંતી પણ કરી હતી.