ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારત પાકિસ્તાનને કાશ્મીરની એક પણ ઈંચ જમીન નહીં આપે: શશિ થરુર - વિપક્ષ

નવી દિલ્હીઃ દેશના આંતરિક મુદ્દાઓમાં ભલે વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે મતભેદ હોય. પરંતુ વાત જ્યારે દેશના બહારના મુદ્દાઓ પર આવે ત્યારે આપણે બધા એક છીએ. આ શબ્દો હતાં કોંગ્રેસના નેતા શશિ થરુરના. જમ્મુ-કાશ્મીરમાંથી 370 કલમ દુર થતાં આ મુદ્દાને પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં લઈ ગયુ હોવાથી થરુરે પાકિસ્તાનને સંભળાવ્યુ છે.તેમણે એવું પણ કહ્યુ હતું કે, જ્યાં સુધી કાશ્મીરનો સવાલ છે ભારત પાકિસ્તાનને એક ઈંચ જમીન પણ નહીં આપે. પાકિસ્તાન પર આરોપ મુકતા તેમણે કહ્યુ,  ગિલગિટ અને બલૂચિસ્તાનનો દરજ્જો બદનાર પાકિસ્તાનને ભારત સામે આંગળી ચિંધવાનો કોઈ અધિકાર નથી.

ભારત પાકિસ્તાનને કાશ્મીરની એક પણ ઈંચ જમીન નહીં આપે-શશિ થરુર

By

Published : Sep 10, 2019, 10:59 AM IST

ભારત પાકિસ્તાને કાશ્મીરને એક ઈંચ જમીન પણ નહીં આપે-શશિ થરુર

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને આડે હાથે લેતા થરુરે કહ્યુ હતું કે, વિપક્ષમાં હોવાથી તેમની ફરજ છે કે, સત્તાધારી પક્ષના જે નિર્ણય અને કામથી તેઓ સંતુષ્ટ ન હોય તેની ટીકા-ટિપ્પણી અને વિરોધ કરે, પરંતુ આ તેમના ઘરનો મામલો છે. જેમાં કોઈ ત્રીજાએ દખલ દેવાની જરુર નથી. તેમણે કહ્યુ હતું કે, ભારતની અંદર શું થાય છે તેમાં પાકિસ્તાનને કોઈ લેવાદેવા નથી. તે અમારી આંતરીક બાબત છે. અમે વિપક્ષમાં હોવાથી સવાલ ઉઠાવી શકીએ, પરંતુ કોઈપણ બહારના દેશને અમારી ગતિવિધીઓ પર સવાલ ઉઠાવવાનો હક્ક નથી. સરકાર દ્વારા લેવાયેલા દેશહિતના નિર્ણયોમાં અમે એકજુટ છીએ.

ભારત પાકિસ્તાનને કાશ્મીરની એક પણ ઈંચ જમીન નહીં આપે: શશિ થરુર


પાકિસ્તાન પહેલા પોતાનો ભુતકાળ જુએ

પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં લઈ ગયુ છે. પાકિસ્તાનના આ હવાતિયા અંગે શશિ થરુરે કહ્યુ હતું કે, પાકિસ્તાને ગિલગિત-બલુચિસ્તાન અને પીઓકેનો દરજ્જો બદલ્યો હતો. જે પછી ભારત પર આંગળી ઉઠાવવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી. તેમણે ઉમેર્યુ હતું કે, કાશ્મીરના લોકોને ઈન્ટરનેટની સુવિધા ન આપવા પર અને નેતાઓને નજરબંધ કરવા અંગે અમે ફરિયાદ કરી છે. તેમને જેમ બને તેમ જલ્દી મુક્ત કરવા જોઈએ. તેનો મતલબ એ નથી કે ભારતના આંતરીક મુદ્દાઓનો પાકિસ્તાન પોતાના ફાયદા માટે ઉપયોગ કરે.

ABOUT THE AUTHOR

...view details