ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તિહાર જેલમાં ચિદમ્બરમને મળવા પહોંચ્યા શશિ થરુર અને મનીષ તિવારી - પૂર્વ નાણાપ્રધાન પી.ચિદંબરમ

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા શશિ થરૂર, મનીષ તિવારી અને કાર્તિ ચિદમ્બરમ. પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમને સોમવારના રોજ તિહાર જેલમાં મળવા પહોંચ્યા હતા. ચિદમ્બરમ વર્તમાનમાં INX મીડિયા કેસમાં તિહાડ જેલમાં છે. થરૂરે ટ્વિટ કરી જણાવ્યું કે,'ચિદમ્બરમ મજબૂત અને સારા વ્યકિત છે'.

file photo

By

Published : Nov 25, 2019, 4:41 PM IST

કોંગ્રેસ નેતા શશિ થરુરે કહ્યું કે, 98 દિવસની સજામાં હાસ્યાસ્પદ વાત એ છે કે, મંગળવારે સંવિધાન દિવસ છે, પરંતુ પી.સીને સ્વતંત્રતાનો અધિકારી ક્યા છે? આ અમારા લોકતંત્ર માટે શું સંદેશ આપે છે?

પી. ચિદમ્બરમ તિહાડ જેલમાં છે, કારણ કે ED તેમના વિરૂદ્ધ મની લોન્ડ્રિંગ કેસમાં તપાસ કરી રહી છે.

ચિદમ્બરમને પ્રથમ વખત INX મીડિયા કેસમાં 21 ઓગસ્ટના રોજ CBI દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે 22 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. EDએ 16 ઓક્ટોબરના રોજ મની લોન્ડ્રિંગ કેસમાં તેમની ધરપકડ કરી હતી અને હાલ તેઓ જેલમાં બંધ છે.

ABOUT THE AUTHOR

...view details