લખનઉ: લખનઉના 26 વર્ષીય શશાંકને નાનપણથી જ પોલિયો થઇ ગયો છે. આ પોલિયોએ તેમને બન્ને પગથી દિવ્યાંગ બનાવ્યા છે, પરંતુ આમ છતાં શશાંકે શારીરિક કમજોરી અને આર્થિક સ્થિતિને ક્યારેય પણ અવરોધ ન થવા દીધો. શશાંકે વ્હીલચેરના માધ્યમથી પેરા બેડમિંટનમાં 8 નેશનલ અને 1 ઈન્ટરનેશનલ મેચમાં ભાગ લઇને 10 મેડલ જીતી સાબિત કર્યું કે, જીવન કોઈના પણ અંગમાં નહીં, ઈરાદામાં હોય છે.
બારાબંકીના રહેવાસી શશાંકને 4 વર્ષની ઉંમરે પોલિયો થયો હતો. ગરીબ પરિવારમાંથી આવતા શશાંક 1999માં સરાવાર માટે ભાઈ સત્યનારાયણ અને રાજેશ સાથે લખનઉ આવ્યા હતા. રૂપિયાની અછતમાં ખાનગી હોસ્પિટલમાં 2 વર્ષ સુધી તેમની લાંબી સારવાર ચાલી હતી. ત્યારબાદ તેમના બન્ને પગ દિવ્યાંગ થઇ ગયા હતા.
લોકો યોગ્ય રીતે વાત નહોતા કરતા
બી.એ. સુધીનો અભ્યાસ કરનારા શશાંકના પિતા જગદીશ ચૈરસિયા વર્ષ 2009થી લાંબી બીમારીથી પીડિત હતા. ઘરની હાલત સારી ન હોવાને કારણે શશાંકને યોગ્ય સારવાર મેળી નહોતી. તેમના પિતાનું 2019માં અવસાન થયું હતું. તેમનું કહેવું છે કે, સમાજના લોકો તેમની સામે એવી નજરથી જોતા હતા, કે જાણે તે કોઈ બીજા સ્થળેથી આવ્યા હોય. ક્યારેય પણ કોઈ વ્યક્તિ યોગ્ય રીતે વાત નહોતા કરતા. જેનાથી શશાંકને પોતાની લાચારી પર દુખ થતું હતું. જેથી શશાંકે મનમાં ઘરની સાથે દેશનું નામ રોશન કરવાનું વિચાર્યું હતું.
અગાઉ ક્રિકેટ તરફ હતો પ્રેમ
શશાંકે કહ્યું કે મારો ભાઈ ક્રિકેટ જોવાનો ખૂબ શોખીન હતો. તે મારા માટે બેટ પણ લાવ્યો હતો. મને પહેલાં ક્રિકેટ પ્રત્યે લગાવ હતો, પરંતુ વર્ષ 2009-2010માં વ્હીલચેર મેચ નહોતી થતી. પછી મારા મિત્રએ કહ્યું કે, વ્હીલચેરનો પેરા બેડમિંટનમાં મેચ હો છે. આ રમવાથી કારકિર્દી બની શકે છે. ત્યારબાદ શશાંકે 2015માં બેડમિંટન રમવાનું શરૂ કર્યું હતું. જો કે, બેડમિંટન કીટ અને વ્હીલચેર નહીં હોવાથી તેમને ખૂબ મુશ્કેલ તબક્કામાંથી પસાર થવું પડ્યું હતું, પરંતુ પેરા બેડમિંટનના હેડ કોચ ગૌરવ ભાટિયાએ તેમને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. તેમણે એક સંસ્થા તરફથી વ્હીલચેર આપીને કીટની વ્યવસ્થા કરી, જે બાદ તે પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હોસ્પિટલની વ્હીલચેર પર રમ્યા હતા.