મુંબઇમાં NCPની કોર કમિટીની બેઠક સમાપ્ત થઇ છે, ત્યારે NCP નેતા નવાબ મલિકે કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસના નિર્ણયની રાહ જોઇ રહ્યા છે. જે બાદ જ પોતાનો નિર્ણય લેશે. કોંગ્રેસની સાથે આવ્યા સિવાય કોઇ વિકલ્પ રહ્યો નથી, તેથી કોંગ્રેસના વિચારની રાહ જોઇ રહ્યા છે અને અંતિમ નિર્ણય લેવામાં આવશે.
આ સમગ્ર પ્રક્રિયાની વચ્ચે NDA સરકારમાં શિવસેનાના કેન્દ્રીય પ્રધાન અરવિંદ સાવંતે પણ પોતાના પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં રવિવાર રાત્રે ભાજપ દ્વારા સરકાર ન બનાવવા અને શિવસેના દ્વારા રાજ્યમાં પોતાના મુખ્યપ્રધાનનો દાવો કર્યા બાદ કોંગ્રેસમાં ગતિવિધીઓ તેજ થઇ છે.
શરદ પવારે શિવસેના સાંસદ અરવિંદ સાંવતના કેન્દ્રીય પ્રધાન પદેથી રાજીનામા અંગે પ્રશ્ન પૂછતાં ક્હયું કે, હું કોઇના રાજીનામા અંગે કંઇ કહી શકું તેમ નથી. જે પણ નિર્ણય લેવામાં આવશે તેના પર કોંગ્રેસ સાથે વાતચીત કરશે અને કોંગ્રેસની સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે.
કોંગ્રેસના સુત્રોએ જણાવ્યું કે, મહારાષ્ટ્રના તમામ કોંગ્રેસ ધારાસભ્યો રવિવારે જયપુર પહોંચ્યા હતા અને શિવસેનાના નેતૃત્વમાં સરકાર બનાવવાની સંભાવના પર ચર્ચા કરાઇ હતી. પાર્ટીના વરિષ્ઠ નેતા પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. પાર્ટીના વરિષ્ઠ નેતા અહમદ પટેલ પણ જયપુર પહોંચવાની સંભાવના છે. બેઠક બાદ કોંગ્રેસના નેતાઓના દિલ્હીમાં પાર્ટીના શીર્ષ નેતૃત્વની સાથે આ મુદ્દે ચર્ચા કરવાની સંભાવના છે. પ્રમુખ શરદ પવાર સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી શકે છે.
મહારાષ્ટ્રમાં નવી સરકારના ગઠન પર બોલ્યા શરદ પવાર મહારાષ્ટ્રમાં પવારના નેતૃત્વવાળી પાર્ટીએ કહ્યું કે, શિવસેનાએ પહેલા ભાજપ-નીત રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (રાજગ)થી બહાર નીકળવું પડશે, ત્યારબાદ જ તેને સમર્થન આપવા પર ચર્ચા કરવામાં આવશે. આ સમગ્ર ધામધુમની વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવાણે કહ્યું કે, પાર્ટીના નવ-નિર્વાચિત ધારાસભ્ય રાજ્યમાં રાજકીય વલણોને લઇને સલાહ લેશે. આ સાથે જ તેમને કહ્યું કે, અમે જયપુરમાં છીએ અને આ મુદ્દાએ પર ચર્ચા કરીશું. પાર્ટી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ઇચ્છતી નથી.
આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ પાર્ટીના નવ-નિર્વાચિત ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી અને રાજકીય સ્થિતિ વિશે ચર્ચા કરી હતી.