ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપ પાસે દરેક સવાલનો જવાબ કલમ-370 જ હોય છે: શરદ પવાર - maharastra election update

મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના વડા શરદ પવારે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે, કોઈ પણ સવાલ પૂછવામાં આવે તેના જવાબમાં ભાજપ કલમ-370 આગળ ધરી દે છે. ચૂંટણી સાથે જોડાયેલા મુદ્દા પર ચર્ચા કરવા માટે ભાજપ તૈયાર નથી.

sharad pawar

By

Published : Oct 18, 2019, 9:51 AM IST

શરદ પવારે જમ્મુ કાશ્મીર સંબંધિત કલમ 370ને રદ્દ કરવાની ઘટનામાં વડાપ્રધાનને સવાલ કર્યો. આ અગાઉ વડાપ્રધાને રેલીના સંબોધનમાં વિપક્ષી પાર્ટીઓને ડૂબી મરવા કહ્યુ હતું.

વડાપ્રધાનના આ જ નિવેદન પર પવારે એક ચૂંટણી સભામાં નરેન્દ્ર મોદીને પૂછ્યું કે ઑગસ્ટમાં સંસદ દ્વારા અનુચ્છેદ 370 હટાવ્યા બાદ તેઓ વિપક્ષોના નેતાઓને પરત લાવવાનો પડકાર કેમ આપી રહ્યા છે. કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણના નિવેદન પર પણ આકરા પ્રહારો કર્યા હતા કે મનમોહન સિંહ અને રિઝર્વ બેન્કના તત્કાલિન ગવર્નર રઘુરામ રાજનના કાર્યકાળમાં બેન્કોની સ્થિતિ અંગેના નિવેદન અંગે પણ પ્રતિક્રિયા આપી હતી.

ABOUT THE AUTHOR

...view details