ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં હાર બાદ વિપક્ષ BJPને ઘેરશે, પવાર બોલ્યાં- દેશમાં 'મોદી લહેર' નહીં, 'બદલાવની હવા' - ચૂંટણી પરિણામ પછી BJPને ઘેરવાની વિપક્ષની તૈયારી

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPના હાથે ભાજપના કારમા પરાજય બાદ ફરી વિપક્ષ એકજૂટ થવાની તૈયારીમાં લાગી ગયો છે. જેને લઇને NCP નેતા શરદ પવારે કહ્યું કે, દિલ્હી પરિણામને લઇને દેશમાં ફરી 'બદલાવનો મૂડ' જોવા મળી રહ્યો છે.

aa
દિલ્હી ચૂંટણી પરિણામ પછી BJPને ઘેરવાની વિપક્ષની તૈયારી, શરદ પવારે કહી આ વાત

By

Published : Feb 12, 2020, 12:08 PM IST

પુણેઃ શરદ પવારે જણાવ્યું કે, ભાજપને રોકવા તેમજ સત્તાથી બહાર રાખવા માટે રાજ્યોના ક્ષેત્રીય પાર્ટીએ એકજૂટ થવાની જરૂરિયાત છે. ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ સત્તારૂઢ આમ આદમી પાર્ટીને 70 વિધાનસભા સીટમાંથી 62માં જીત મળી છે. જ્યારે ભાજપ માત્ર 8 બેઠક પર જીત મેળવી શક્યું છે, જો કે કોંગ્રેસનું ખાતુ પણ ખુલ્યું નથી.

NCP અધ્યક્ષે જણાવ્યું કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામે સંકેત આપ્યો છે કે, દેશમાં હવે 'મોદી લહેર' નહીં પરંતુ 'બદલાવની હવા' ચાલી રહી છે. પવારે કહ્યું કે, દિલ્હીનું પરિણામ માત્ર દિલ્હી સુધી સીમિત નથી કારણ કે રાષ્ટ્રીય રાજધાનીમાં વિવિધ રાજ્યના લોકો રહે છે. શરદ પવારે કહ્યું કે, તેઓ પોતાના રાજ્યમાં પણ બદલાવનો માહોલ ઇચ્છે છે. જેમણે દિલ્હીમાં મતદાન દ્વારા સંકેત આપ્યાં છે. દિલ્હી ચૂંટણીનું પરિણામ ક્ષેત્રીય દળ અથવા વિકલ્પ (ભાજપા વિરુદ્ધ) પોત પોતાના રાજ્યમાં મજબૂત થવાના સંકેત છે.

પવારે જણાવ્યું કે, ક્ષેત્રીય પાર્ટીઓએ એકજૂટ થવા અંગે બેઠક કરવી જોઇએ અને ભાજપને સત્તામાંથી બહાર રાખવા માટે એક સ્થિર સરકાર આપવા ચર્ચા કરવી જાઈએ. શરદ પવારે કહ્યું કે, કેરળમાં વામ પાર્ટી છે, મહારાષ્ટ્રમાં અમે મહાઅઘાડી ગઠબંધન કર્યું. એનો મતલબ એ છે કે સામાન્ય ન્યૂયત્તમ કાર્યક્રમ પર એક સાથે આવવાની આવશ્યકતા છે અને મને ખાતરી છે કે લોકો તેને સમર્થન કરશે.

શરદ પવારે કહ્યું કે, વિપક્ષી દળો વચ્ચે એ પણ ભાવના છે કે, ભાજપ દેશ માટે 'હોનારત' જેવું છે, જેની સામે એકજૂથ થઇ રહેવાની જરૂર છે.

ABOUT THE AUTHOR

...view details