મુંબઈ: ચીનની સાથે થયેલી અથડામણને લઈને કોંગ્રેસ અને ભાજપ આમને સામેન આરોપ-પ્રતિઆરોપ લગાવી રહ્યા છે. ત્યારે NCP પ્રમુખ શરદ પવારે કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ વિવાદનું રાજનીતિકરણ કરવું જોઈએ નહીં. તેમણે કહ્યું કે, કોઈ ભુલી નથી શકતું કે, ચીને 1962ના યુદ્ધ બાદ ભારતની 45,000 વર્ગ કિલોમીટર ધરતી પર કબ્જો કર્યો હતો.
પવારની આ ટિપ્પણી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના તે આરોપો પર હતી જેમાં તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનની આક્રમકતાના કારણે ભારતીય ક્ષેત્ર સોંપી દીધું. NCP નેતાએ કહ્યું કે, લદ્દાખમાં ગલવાન ખીણની ઘટનાને રક્ષાપ્રધાનની નિષ્ફળતા બતાવવામાં ઉતાવળ ન કરી શકાય કારણ કે પેટ્રોલિંગ સમયે ભારતીય સૈનિકો સતર્ક હતાં.