મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ કહ્યું કે, મહારાષ્ટ્રમાં શિવસેના NCP-કોંગ્રેસની સરકાર પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે. શરદ પવારે એક સ્થાનિક મીડિયા ચેનલના એક કાર્યક્રમમાં CM ઉદ્ધવ ઠાકરેના આગેવાનીની પ્રશંસા કરી હતી.
મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકાર 5 વર્ષ પૂર્ણ કરશે: શરદ પવાર - મહારાષ્ટ્ર સરકાર
NCP અધ્યક્ષ શરદ પવારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, મને આ વાત પર કોઇ શંકા નથી કે, રાજ્ય સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે. વાંચો સમગ્ર સમાચાર....
મહારાષ્ટ્ર
NCP પ્રમુખે કહ્યું કે, મને આ વાત પર કોઈ શંકા નથી કે, રાજ્ય સરકાર પાંચ વર્ષના કાર્યકાળ પૂર્ણ કરશે. શરદ પવારે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે એવા વ્યક્તિ છે કે, જે બધાને પોતાની સાથે લઇને આગળ વધી શકે છે.
મુખ્યપ્રધાન તરીકે ઠાકરેના પ્રદર્શનને અંક આપવા પર શરદ પવારે કહ્યું કે, શિવસેના પ્રમુખે હજી સુધી કોઇ પરીક્ષાનો સામનો નથી કર્યો, પરંતુ તેઓ સાચા રસ્તે આગળ વધી રહ્યાં છે.