મુંબઈ: દિલ્હી હિંસા સંદર્ભે સતત નિવેદનબાજી ચાલી રહી છે. હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના વડા શરદ પવારે કેન્દ્ર સરકાર સામે પ્રહાર કર્યો છે. તેમણે દિલ્હી હિંસા માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું છે.
ભાજપ સાંપ્રદાયિકતા ફેલાવી સમાજને વિભાજીત કરે છે : શરદ પવાર - delhi violence
દિલ્હી હિંસા સંદર્ભે નેતાઓની જીભાજોડી ચાલી રહી છે. આ શ્રેણીમાં હવે શરદ પવાર પણ મેદાનમાં ઉતર્યા છે. તેમણે કેન્દ્ર સરકારને આડે હાથ લેતા દિલ્હી હિંસા માટે ભાજપને જવાબદાર ઠેરવી છે.
sharad-pawar-on-bjp-after-delhi-violence
શરદ પવારે રવિવારે સાવિત્રીબાઈ ફૂલે પુણે વિશ્વ વિદ્યાલયના પરિસરમાં બનાવાયેલી નવી ઈમારતનું ઉદ્ધાટન કર્યુ હતુ. આ દરમિયાન તેમણે લોકોનું સંબોધન કરતા કહ્યું કે, રાષ્ટ્રીય રાજધાની કેટલાય દિવસથી ભળકે બળી રહી છે.
તેમણે કહ્યું કે, કેન્દ્રમાં સત્તાધારી પક્ષ દિલ્હી વિધાનસભામાં જીત ન મેળવી શકી, તેના કારણે સાંપ્રદાયિકતાને બળ આપી સમાજને વહેંચવાના પ્રયત્નમાં છે.