ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રામ મંદિર જન્મભૂમિને અંગે શંકરાચાર્યએ આપી પ્રતિક્રિયા - ayodhya ram mandir news update

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમિને લઇને થયેલા નિર્ણય પર જ્યોતિષ અને દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ નરસિંહપુરના ઝૌંતેશ્વર આશ્રમમાં પ્રતિક્રિયા આપી એમના પક્ષમાં નિર્ણય આવવાની આશા વ્યક્ત કરી હતી. શંકરાચાર્યે કહ્યું કે, લોકોએ આ મુદ્દો ઉઠાવ્યો છે, મુસલમાન અને હિન્દુઓએ પણ આને આગળ વધાર્યો છે.

શંકરાચાર્ય

By

Published : Oct 17, 2019, 8:05 PM IST

સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમિને લઇને થયેલા નિર્ણય પર જ્યોતિષ અને દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ નરસિંહપુરના ઝૌંતેશ્વર આશ્રમમાં પ્રતિક્રિયા આપી એમના પક્ષમાં નિર્ણય આવવાની આશા વ્યક્ત કરી હતી.શંકરાચાર્યે કહ્યું કે,લોકોએ આ મુદ્દો ઉઠાવ્યો છે, મુસલમાન અને હિન્દુઓએ પણ આને આગળ વધાર્યો છે.

એમણે કહ્યું કે, હું માત્ર હિન્દુઓને દોષ નથી આપી રહ્યો મુસલમાનોએ પણ આને રાજનીતિનો મુદ્દો બનાવ્યો છે. આ જ આધારે ઝઘડા ઉભા કરી દીધા છે જેના પરિણામ સ્વરૂપે દેશમાં ઘણા કોમી રમખાણો થયાં, ઘણાં બધા લોકો મૃત્યુ પામ્યા અને હજૂ પણ એ જ પરિસ્થિતી છે. જો સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના જમીન વહેંચણીના નિર્ણયને યથાવત રાખ્યો તો હંમેશા આવું જ રહેશે. જ્યારે આજૂ-બાજૂ મસ્જિદ-મંદિર બનાવીશું તો હંમેશા ઝગડા ચાલૂ રહેશે અને આ ઝઘડા દેશને પણ નુકસાન પહોંચાડશે.

અમારા તરફથી રામ જન્મભૂમિ પુનરુદ્વાર સમિતિએ જે ચર્ચા કરી છે તેના મુજબ આ સુનિશ્ચિત છે, એમનું ખંડન બીજો પક્ષ નહીં કરીં શકે અને આ નિર્ણય નિશ્ચિત રૂપે આપણા લોકોની પક્ષમાં આવશે. જો આ ઝગડો ચાલુ રહ્યો તો ભારત દેશની ઉન્નતિમાં મુશ્કેલી વધારશે.

ABOUT THE AUTHOR

...view details