શનિવારે શલભ શૈલી કુમારે કહ્યું કે, અમેરિકી પ્રશાસને આવું કરીને ભારતને સમર્થન આપ્યું છે. હાઉડી મોદી કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતના વડાપ્રધાન મોદી સાથે સ્ટેજ પર આવવા સહમત થયા છે.
મોદી ટ્રમ્પનું એક સ્ટેજ પર આવવું ઈમરાન ખાનના ચહેરા પર થપ્પડ: શલભ શૈલી કુમાર
હ્યુસ્ટન: ટ્રમ્પ અભિયાનના પૂર્વ સલાહકાર, શલભ શૈલી કુમારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પર નિશાન સાધતા કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ "હાઉડી મોદી"માં ભાગ લઈ રહ્યાં છે. જે ઈમરાન ખાન માટે થપ્પડ સમાન છે.
modi
ભારત અને અમેરિકાની વચ્ચે વ્યાપારના મુદ્દામાં અંતર વિશે કુમારે કહ્યું કે, હકીકતમાં અમેરિકા અને ભારતની વચ્ચે મોટો વિવાદ નથી. પરંતુ, કોઈ વિવાદ નથી જણાવી દઈ કે, થોડીવારમાં વડાપ્રધાન મોદી હ્યુસ્ટન પહોંચીને હાઉડી મોદીને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં 50,000થી વધારે લોકોને સંબોધિત કરશે. જે કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ હાજર રહેશે.