શક્તિ સિંહ ગોહિલે કહ્યું કે, જનતાને કોંગ્રેસ પર વિશ્વાસ એટલા માટે છે કારણ કે, પાર્ટી જે વચન આપે છે એ પુરા કરે છે. ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની જીત આ વાતની સાબિતી છે. લોકોને લાગે છે કે અમારી મહત્વાકાંક્ષા રાહુલ પુરી કરી શકે છે. મોદી સરકારતો સપનાઓ પુરા કરવા આવી હતી, પરંતુ હવે મોદી સરકારની હકીકત સામે આવી ગઈ છે. ગોહિલે રાહુલ ગાંધીને સાચા નેતા કહેતા કહ્યું કે, રાહુલ ગાંધીને હવે તેની બહેનનો સાથ મળ્યો છે હવે તેની જીત નિશ્ચિત છે.
2019 અને BJP ફિનિશ: શક્તિસિંહ ગોહિલ - bjp
નવી દિલ્હી: કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે મોદી સરકારને ઝુમલેબાઝ કહી છે. વધુમાં કહ્યું કે, આજે લોકોમાં કોંગ્રેસ માટે ઉત્સાહ છે, કારણ કે મોદી સરકારમાં લોકો બેરોજગાર છે. લોકો એવું માને છે કે તેમની સાથે કપટ થયું છે તેમણે આ સરકારમાં કશું મળ્યું નથી.
ફાઈલ ફોટો
આગાઉ BJPના વિનય કટિરીયાએ કોંગ્રેસની 13મી જેવું નિવેદન આપ્યું હતું. તેના પર શક્તિ સિંહ ગોહિલે કહ્યું કે, '2019 અને BJP ફિનિશ'. ઉત્તર પ્રદેશની જનતા BJP સરકારને સબક શિખાડશે. કારણ કે ચૂંટણીમાં જનતા જ મહત્વની હોય છે.