ગુરુવારના રોજ મુંબઈમાં ડિઝની અંતર્ગત યોજાયેલાં સ્ટાર ઈન્ડિયા નેટવર્કના બીજા સત્રમાં 'ટેડ ટૉક્સ ઈન્ડિયા'માં શાહરુખ હાજર રહ્યો હતો. જેમાં ફિલ્મો અંગેની વાતચીત કરતાં જોવા મળ્યો હતો.
SRK ટૂંક સમયમાં પોતાની આગામી ફિલ્મની કરશે જાહેરાત - શાહરુખ ખાનના ન્યૂઝ
મુબંઈઃ શહેરમાં યોજાયેલાં એક કાર્યક્રમમાં અભિનેતા શાહરુખ ખાન ઉપસ્થિત રહ્યો હતો. જેમાં તે પોતાની આગામી ફિલ્મો વિશે વાત કરી હતી. મીડિયા સાથે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે, " ટૂંક સમયમાં જ તે પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરશે. હાલ તે બે-ત્રણ સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે."
SRK
કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાત કરતાં શાહરુખ ખાને જણાવ્યું હતું કે, "તે ટૂંક સમયમાં જ ફિલ્મની જાહેરાત કરશે. હાલ અન્ય સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યો છે."
મીડિયા રીપોર્ટ અનુસાર, શાહરુખ ખાન યશરાજ ફિલ્મ 'ધૂમ 4'માં જોવા મળશે. તેમજ ટૂંક સમયમાં ફિલ્મ ડૉન 3ની તૈયારીઓ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત તે અલી અબ્બાસ જફર અને રાજકુમાર હિરાની સાથે પણ કામ કરે તેવી શક્યતા છે.