ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રિયંકા પછી 'વન વર્લ્ડ: ટુગેધર એટ હોમ' માં ભાગ લેશે શાહરૂખ ખાન - કોરોના વાઇરસ મુંબઇમાાંાં

શાહરૂખ ખાન 'વન વર્લ્ડ: ટુગેધર એટ હોમ' ઇવેન્ટમાં જોડાઈ રહ્યા છે. જેની જાહેરાત પોપ સિંગર લેડી ગાગાએ કરી હતી.આ કોન્સર્ટ દ્વારા ફંડ ભેગુ કરીને જરૂરિયાતમંદ લોકોને સહાય કરવામાં આવશે.આ કોન્સર્ટમાં પ્રિયંકા ચોપડા પણ જોડાઈ છે.

etv Bharat
પ્રિયંકા પછી શાહરૂખ 'વન વર્લ્ડ: ટુગેધર એટ હોમ' થી જોડાયા શાહરૂખ , જરૂરિયાતમંદ લોકો માટે ફંડ ભેગું કરવામાં આવશે

By

Published : Apr 15, 2020, 10:12 PM IST

મુંબઇ: હિન્દી સિનેમાના સુપરસ્ટાર શાહરૂખ ખાન એક ઓનલાઇન કોન્સર્ટ 'વન વર્લ્ડ: ટુગેધર એટ હોમ' માં જોડાવા માટે તૈયાર છે.

અમેરિકાની પોપ સિંગર લેડી ગાગાએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર આ ઓનલાઇન કોન્સર્ટ 'વન વર્લ્ડ: ટૂગેધર એટ હોમ'ની જાહેરાત કરી છે.

આ કોન્સર્ટ દ્વારા ફંડ ભેગુ કરવામાં આવશે, જેનાથી દુનિયાભરના જરૂરિયાતમંદોને મદદ કરવામાં આવશે. શાહરૂખની સાથે અભિનેત્રી પ્રિયંકા ચોપડા પણ તેમાં જોડાઇ રહી છે.

WHOની મદદ માટે આ કોન્સર્ટમાં લેડી ગાગા ઉપરાંત ક્રિસ માર્ટિન, એડી વાડર, એલ્ટોન જોન, જ્હોન લિજેન્ડ, લિજો, જય બાલ્વિન, સ્ટીવી વંડર, બિલી જો આર્મસ્ટ્રોંગ, કીથ અર્બન જેવા ઘણાં કલાકાર આ ઈવેન્ટમાં સામેલ થશે.

અમેરિકાના લોકપ્રિય ટોક શોના હોસ્ટ જિમ્મી ફાલન, જિમ્મી કિમેલ અને સ્ટીફન કોલબર્ટબિલ આ શોને હોસ્ટ કરશે. આ કોન્સર્ટ 18 એપ્રિલ યુ.એસ. ટેલિવિઝન નેટવર્ક એબીસી, સીબીસી અને એનબીસી પર એક સાથે પ્રસારિત કરવામાં આવશે. આ સાથે જ તેનું પ્રસારણ ઓનલાઇન પણ કરવામાં આવશે. લેડી ગાગાનું આ પગલું કોરોના પીડિતોને બચાવવા અને આ વાઇરસ સામે લડવામાં ડબ્લ્યુએચઓને મદદ કરશે.

તમને જણાવી દઈએ કે, શાહરૂખ અને પ્રિયંકા પહેલાથી જ કોરોના સામે લડવામાં ભારત સરકારને આર્થિક મદદ કરી ચૂક્યા છે.

ABOUT THE AUTHOR

...view details