ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હિંદ મહાસાગરમાં ભવિષ્યમાં ઉઠનાર તોફાનોના નામ શાહીન, ગુલાબ અને અગ્નિ

2018માં ભવિષ્યમાં ઉઠનાર તોફાનોના નામ રાખવા પર એક સમિતિ બનાવવામાં આવી હતી. ઉત્તર હિંદ મહાસાગર અને અરબ સાગરમાં ભવિષ્યમાં ઉઠનાર તોફાનોના નામ શાહિન, ગુલાબ, તેજ, અગ્નિ અને આગ જેવા નામો રાખવામાં આવશે.

હિંદ મહાસાગરમાં ભવિષ્યમાં ઉઠનાર તોફાનોના નામ શાહીન, ગુલાબ અને અગ્નિ
હિંદ મહાસાગરમાં ભવિષ્યમાં ઉઠનાર તોફાનોના નામ શાહીન, ગુલાબ અને અગ્નિ

By

Published : Apr 29, 2020, 9:44 AM IST

નવી દિલ્હીઃ ઉત્તર હિંદ મહાસાગર અને અરબ સાગરમાં ભવિષ્યમાં ઉઠનાર તોફાનોના નામ શાહિન, ગુલાબ, તેજ, અગ્નિ અને આગ જેવા નામોથી ઓળખવામાં આવશે. કારણ કે, 13 દેશો દ્વારા સૂચિત કરવામાં આવેલા નામોમાં તેનો સમાવેશ થાય છે. ભારતીય મોસમ વિભાગે તેની જાણકારી આપી હતી.

આ પહેલા તોફાનોનું નામકરણ 2004માં આઠ દેશોએ મળીને કર્યું હતું. પણ તે સમયએ નક્કી કરવામાં આવેલા નામ ઉત્તર હિંદ મહાસાગર, બંગાળની ખાડી અને અરબ સાગરમાં કોઇ પણ તોફાન આવવા પર પૂર્ણ થશે. આ વિસ્તારોમાં આવતા સમયમાં ઉઠનાર તોફાનોના નામ અમ્ફાન હશે જેને થાઇલેન્ડે રજૂ કર્યું હતું અને જે 2004માં તૈયાર કરવામાં આવેલ ભવિષ્યના તોફાનોના નામોની યાદીમાં છેલ્લું નામ છે.

મોસમ વિભાગના અધિકારી મહાપાત્રાએ જણાવ્યું કે, બાગ્લાદેશ, ભારત, ઇરાન, માલદીવ, મ્યાંમા, ઓમાન, પાકિસ્તાન, કતર, સાઉદી અરબ, શ્રીલંકા, થાઇલેન્ડ, સંયુક્ત અરબ અમીરાત અને યમનએ 13-13 નામ આપ્યા હતા.

મહાપાત્રાએ જણાવ્યું કે, આ નામોમાં જે 13 નામોની પસંદગી કરવામાં આવી છે. જેમાં બાગ્લાદેશ દ્વારા પસંદ કરવામાં આવેલા અર્નબ, કતર દ્વારા પસંદ કરવામાં આવેલા શાહિન, પાકિસ્તાન દ્વારા પસંદ કરવામાં આવેલા લુલુ, મ્યાંમા દ્વારા પસંદ કરવામાં આવેલા પિંકુ, કતર દ્વારા પસંદ કરવામાં આવેલા બહાર, ભારત દ્વારા પસંદ કરવામાં આવેલા ગતિ, તેજ અને મુરાસુ (તમિલનું વાધ યંત્ર), આગ, નીર, પ્રભજન, ઘૃણી, અમ્બુધ, જલધિ અને વેગ.

ABOUT THE AUTHOR

...view details