નવી દિલ્હી: શાહીન બાગના પ્રદર્શનકારીઓનું માનવું છે કે, સુપ્રીમ કોર્ટના નિર્ણયથી પ્રદર્શનકારીઓ નિરાશ થયા છે, પરંતુ કેટલાક પ્રદર્શનકારીઓનું માનવું છે કે, પોતાની અસહમતિને લઇને સરકાર સાથે વાત કરવાનો અંતિમ રસ્તો છે.
નાગરિકતા સુધારા કાયદા (CAA), NRC, NPRના વિરોધમાં લોકો, મહિલાઓ દિલ્હીના શાહીન બાગમાં છેલ્લા 2 મહિનાથી પ્રદર્શન કરી રહી છે. જેના કારણે રસ્તો બ્લોક થઇ ગયો છે, ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ છે.
મહિલા પ્રદર્શનકારીઓનો એક વર્ગે કહ્યું કે, તમ્બુ સ્થળ ન્યાય અને સમાનતા માટે યુદ્ધના મેદાનના રૂપમાં પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું છે. તેમને કહ્યું કે, અહીંયાથી જવાના વિચારથી વિચલિત નથી, પરંતુ CAA, NRC પર સરકાર સાથે વિસ્તૃત વાતચીત કરવા માગે છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે, લોકશાહીમાં બધાને પોતાની વાત રાખવાનો અધિકાર છે. સરકારની સામે વિરોધ કરવાનો હક્ક છે, પરુંતુ તેનો મતલબ એ નથી કે, લોકોને પરેશાન કરીને વિરોધ કરવામાં આવે. જો દરેક લોકો રસ્તા પર ઉતરવા લાગ્યા તો, શું થશે. કોર્ટે કહ્યું કે, કોઇની પણ માગ યોગ્ય હોય તો પણ રસ્તો બંધ ન કરી શકે.