ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શાહીન બાગ આંદોલન: પોલીસે શિખ સમુદાયના લંગરનો તંબુ તોડી નાખ્યો - શિખ સમુદાય

છેલ્લા 40 દિવસથી શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શનમાં શીખ સમુદાય દ્વારા લંગરની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ દિલ્હી પોલીસે લંગરનો તંબુ તોડી નાખ્યો અને ભોજનનો બગાડ કર્યો હતો.

ETV BHARAT
પોલીસે શિખ સમુદાયના લંગરનો તંબુ તોડી નાખ્યો

By

Published : Jan 24, 2020, 8:09 PM IST

નાગરિક્તા કાયદા વિરૂદ્ધ છેલ્લા 40 દિવસથી શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શનમાં આજે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જુમ્માની નમાજ દરમિયાન દિલ્હી પોલીસે પ્રદર્શન સ્થળ પર લાગેલા તંબુને તોડી નાખ્યા. જેને લઇને પ્રદર્શનકારીઓએ દિલ્હી પોલીસ હાય હાયના નારા લગાવ્યા હતા. લોકોનો આરોપ છે કે, દિલ્હી પોલીસે લંગરને તોડી નાખ્યા અને જે ભોજન તંબુમાં હતું તેનો પણ બગાડ કર્યો છે.

પોલીસે શિખ સમુદાયના લંગરનો તંબુ તોડી નાખ્યો

પ્રદર્શનકારીયોએ ફરી ઉભો કર્યો તંબુ

હરિયાણાના એક સંગઠન દ્વારા શાહીન બાગમાં લોકો માટે લંગરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના માટે એક નાનો તંબુ લગાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાંના લોકોએ આરોપ લગાવ્યો કે, પોલીસે તંબુને તોડી નાખ્યો અને ભોજનનો પણ બગાડ કર્યો છે. ત્યારબાદ લોકોએ દિલ્હી પોલીસ વિરૂદ્ધ નારા લગાવીને ફરીથી તંબુ ઉભો કર્યો.

પોલીસે શિખ સમુદાયના લંગરનો તંબુ તોડી નાખ્યો

શિખ સમુદાય દ્વારા કરવામાં આવી હતી લંગરની વ્યવસ્થા
જોગિન્દ્ર સિંહે ઈટીવી ભારતને જણાવ્યું કે, શાહીન બાગમાં છેલ્લા 40 દિવસથી તમામ લોકો ઝઝુમી રહ્યા છે. એવામાં શિખ સમુદાય દ્વારા એક લંગરની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ દિલ્હી પોલીસે જે પ્રકારે તંબુ તોડી નાખ્યો અને ભોજનનો બગાડ કર્યો તે ખોટું છે. પોલીસે આવું ન કરવું જોઈએ.

પોલીસે શિખ સમુદાયના લંગરનો તંબુ તોડી નાખ્યો

દિલ્હી પોલીસ કરી રહી છે હિંસા
પ્રદર્શન સ્થળે હાજર લોકોનું કહેવું છે કે, અમે શાંતિપૂર્ણ CAA અને NRCનો વિરોધ કરી રહ્યાં છીંએ. એવામાં દિલ્હી પોલીસ આ પ્રકારની કાર્યવાહીથી હિંસાનું વાતાવરણ ઉત્પન્ન કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details