નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને એઈમ્સમાંથી રજા મળી ગઈ છે. કોવિડ-19 સંક્રમણ બાદ તેમને સારવાર અર્થ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારના સવારે ગૃહપ્રધાન સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. અમિત શાહ કોરોના વાઈરસના સંક્રમણથી સ્વસ્થય બાદ પણ તેઓ બીમાર હતા, ત્યારબાદ તેમને ફરીથી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સ્વસ્થ થયાં, AIIMSમાંથી મળી રજા - અમિત શાહ કોરોના વાયરસ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. આજે એઇમ્સમાંથી અમિત શાહને રજા મળી છે. કોવિડ-19ના સંક્રમણથી સ્વસ્થ થયા બાદ તેમને ફરીથી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ
તમને જણાવી દઈએ કે, ગૃહપ્રધાન અમિત શાહને 18 ઓગ્સ્ટના રોજ એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેઓ છેલ્લા 3-4 દિવસથી બીમાર હતાં. આ પહેલા અમિત શાહ 2 ઓગ્સ્ટના રોજ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતાં. અમિત શાહે ટ્વીટ કરી સમગ્ર જાણકારી આપી હતી.