નવી દિલ્હીઃ દિલ્હીમાં આજે રાધાસ્વામી સ્થિત પ્રાંગણમાં સૌથી મોટા કોવિડ કેર સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું હતું. જેની કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાનન રાજનાથ સિંહે મુલાકાત લીધી હતી. આ કોવિડ કેર સેન્ટર 11 દિવસમાં જ તૈયાર કરાયું છે. જેમાં 10,000 હજાર બેડ અને 250 ICU બેડની વ્યવસ્થા કરાઈ છે.
દિલ્હીમાં અમિત શાહ અને રાજનાથસિંહે નવ-નિર્મિત કોવિડ કેર સેન્ટરની લીધી મુલાકાત
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે દિલ્હી કેન્ટેન્મેન્ટમાં DROઓ દ્વારા બનાવાયેવી સરદાર પટેલ કોવિડ-19 હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ કેર સેન્ટરમાં 10 હજાર બેડની વ્યવસ્થા કરાઈ છે. જેનું ઉદ્ઘાટન દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે કર્યુ હતું.
આ મુલાકાત બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, DRO, ગૃહ મંત્રાલય, ટાટા સન્સ ઉદ્યોગ અને અનેક સંસ્થાઓના સહયોગથી, 100,00 બેડની આ હોસ્પિટલ 11 દિવસમાં તૈયાર કરાઈ છે. જેમાં 250 આઈસીયુ પલંગની જોગવાઈ છે, જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ધોરણોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.
આ હોસ્પિટલ ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પાસે આવેલી રક્ષા મંત્રાલયની જમીન પર માત્ર 11 દિવસમાં જ તૈયાર કરવામાં આવ્યું છે. જેનું સંચાલન સશસ્ત્ર દળના કર્મીને સોંપવાની વાત ચર્ચાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, આજે સરદાર પટેલ કોવિડ સેન્ટરનું ઉદ્ઘાટન ઉપરાજ્યપાલ અનિલ બૈજલના હસ્તે કરાયું હતું. જે રાજધનાની કોરોના સંક્રમિત 1 લાખ લોકોની સારવારને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.