દેશમાં CAAનો વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે. આ કાયદામાં ગેર મુસ્લિમને ભારતની નાગરિકતા આપવાની જોગવાઇ છે.
અધિકારીએ જણાવ્યું કે, છેલ્લા 6 વર્ષોમાં 28,30 પાકિસ્તાની, 912 અફઘાની અને 172 બાંગ્લાદેશીઓને ભારતની નાગરિકતા આપવામાં આવી છે. જેમાં મુસ્લિમ પણ સામેલ છે.
અધિકારીએ કહ્યું કે, CAA બીજા દેશો સાથે સંપર્ક રાખનાર કોઇ પણ ધાર્મિક સમુદાયને નિશાન ન બનાવી શકાય.
અધિકારીએ કહ્યું કે, 50થી વધારે બાંગ્લાદેશી વિસ્તારોને ભારતમાં વિલય કર્યાં બાદ 14,864 બાંગ્લાદેશીઓને ભારતની નાગરિકતા આપવામાં આવી છે. આ વિસ્તારોને 2014માં બંને દેશોની વચ્ચે સરહદ સમજૂતી બાદ ભારતમાં સામેલ કરવામાં આવ્યાં છે.
CAA પ્રમાણે 31 ડિસેમ્બર 2014 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના જે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઇસાઇ ધર્મના લોકો જે ભારત આવી ગયા છે. તેમની સાથે ધર્મના કારણે ત્યાં અત્યાચાર થયો છે, તેમણે ગેર પ્રવાસી ના માનવામાં આવે અને ભારતની નાગરિકતા આપવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં આ બિલને સંસદની મંજૂરી મળી હતી.