અમેરિકા: ફોર્બ્સની સૌથી અમીર અમેરિકી સૂચીમાં સાત ભારતીય અમેરિકીઓને સ્થાન મેળવ્યું છે. સતત ત્રીજા વર્ષે પણ અમેઝોનના સંસ્થાપક જેફ બિજોસ 179 અરબ સંપતિ સાથે પહેલાં સ્થાન પર છે.
ફોર્બ્સની સૌથી ધનિક અમેરિકન યાદીમાં 7 ભારતીય-અમેરિકી નાગરિકોએ મેળવ્યુ સ્થાન - અમેઝોન
ફોર્બ્સની સૌથી અમીર અમેરિકી સૂચીમાં સાત ભારતીય અમેરિકીઓને સ્થાન મેળવ્યું છે. સતત ત્રીજા વર્ષે પણ અમેઝોનના સંસ્થાપક જેફ બિજોસ 179 અરબ સંપતિ સાથે પહેલાં સ્થાન પર છે.
ફોર્બ્સની સૌથી અમીર અમેરિકી સૂચીમાં સાત ભારતીય અમેરિકીઓને જગ્યા મળી છે. જેમાં સાઇબર સિક્યોરિટી ફર્મ જેડસ્કેલરના સીઇઓ જય ચૌધરી 6.9 અરબ ડોલરની સંપતિ સાથે 61માં સ્થાન પર છે. તો સિમફની ટેકનોલોજી ગૃપના સંસ્થાપક અને અધ્યક્ષ રોમેશ વાઘવાની 3.4 અરબ સંપતિ સાથે 238માં સ્થાને, ઓનલાઇન રિટેલ વિક્રેતા કંપની વેયફેયરના સહસંસ્થાપક અને સીઇઓ નીરજ શાહ 2.8 અરબ સંપતિ સાથે 299માં સ્થાને, સિલિકેન વૈલી વેંચર કેપિટલ ફર્મ ખોસલા વેંચર્સના સંસ્થાપક વિનોદ ખોસલા 2.4 અરબ સંપતિ સાથે 353માં સ્થાને છે. જ્યારે શેરપાલો વેંચર્સના મેનેજીંગ પાર્ટનર કવિતર્ક રામ શ્રીરામ 2.3 અરબ સંપતિ સાથે 359માં સ્થાને, વિમાન ક્ષેત્રના દિગ્ગજ રાકેશ ગંગવાલ 2.3 અરબ સંપતિ સાથે 359માં સ્થાને અને વર્કડેના સીઇઓ અને સહસંસ્થાપક અનિલ ભુસરી પણ 2.3 અરબ સંપતિ સાથે 359માં સ્થાન પર છે.
400 લોકોની આ સૂચિમાં ત્રીજા વર્ષે પણ અમેઝોનના સંસ્થાપક જેફ બિજોસ 179 અરબ સંપતિ સાથે પહેલાં સ્થાન પર છે. જોકે, બીજા સ્થાન પર 111 અરબ સંપતિ સાથે બિલ ગેટ્સને સ્થાન મળ્યું છે.