ત્યારે બીજી બાજુ રાજ્યસભામાં NRC પર અમિત શાહે કહ્યું કે, દેશના એક એક ઈંચ પરથી ઘૂસણખોરોને બહાર કરીશું.અમે તેમની ઓળખ કરીશું અને તેમને દેશની બહાર કરીશું. રાજ્યસભામાં સપા સાંસદ જાવેદ અલી ખાને સરકારને પૂછ્યું કે, શું NRC જેવું બીજુ કોઈ રજિસ્ટર લાગું થઈ રહ્યું છે? અને હા તો તે ક્યા રાજ્યો તેની સીમામાં આવશે. આ સવાલના જવાબમાં ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, એનઆરસી આસામ સમજૂતીનો હિસ્સો છે અને બીજેપી મેનિફેસ્ટોનો પણ હિસ્સો છે. દેશની જમીન પર રહેતા દરેક ઘૂસણખોરની ઓળખ કરીને તેમને બહાર કાઢવામાં આવશે.
ત્યારે ગ્રામીણ વિકાસ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, ગ્રામીણ વિકાસ તથા કૃષિ મંત્રાલયની અનુદાનોની માંગ સાથે 9 કલાક ચાલી આ ચર્ચામાં 131 સભ્યોએ ભાગ લીધો હતો. તોમરે જણાવ્યું કે, ગ્રામીણ માર્ગ યોજનાના બીજા તબક્કામાં 50000 કિમી માર્ગ બનાવામાં આવી રહ્યા છે. 31000 કિમી માર્ગ બનવાનો કામ પૂર્ણ થઈ ગયો છે. ત્રીજા તબક્કામાં 1.5 લાખ માર્ગ બનાવાની યોજના છે.