દિલ્હીની ગીતા સોસાયટી વિસ્તારના 16 બ્લોકમાં ગોગિયા સ્વીટ્સ સામેના સર્વિસ રોડ પર બે ટોળા વચ્ચે ફાયરિંગની ઘટના સામે આવી હતી, મળતી માહિતી પ્રમાણે બંન્ને ટોળાઓ એક બીજા પર ફાયરિંગ કર્યું હતું, આ ફાયરિંગમાં 6 શખ્સો ઘવાયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે પોલીસે 3 લોકો ઘાયલ થયાની જાણકારી આપી છે. પોલીસે જણાવ્યું હતુ કે, રેહડી પટરીના લોકોને ભાડે બેંટરી આપવાના બાબત પર વિવાદ સર્જાયો હતો. આ વિવાદના કારણે બંન્ને પક્ષોએ એક-બીજા પર ફાયરિંગ કર્યું હતું, ફાયરિંગની જાણ મળતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી, ઘટના સ્થળે પોલીસે જુબેરને હથીયાર સાથે પકડ્યો હતો.
નવી દિલ્હીના શાહદરામાં સોમવારે રાત્રે થયેલ ફાયરિંગના CCTV ફૂટેજ આવ્યા સામે, 6 લોકો થયા ઘાયલ - ફાયરિંગ
નવી દિલ્હીઃ રાજધાનીના શાહદરા વિસ્તારમાં સોમવારે રાત્રે થયેલ ફાયરિંગની ઘટનામાં CCTV બહાર આવ્યા છે. CCTVમાં ભાગી રહેલા શખ્સોની તસ્વીર કેમેરામાં કેદ થઇ છે, ભાગી રહેલા શખ્સો પોતાના ઘવાયેલા સાથીદારને પણ સાથ આપીને સાથે લઇ જતા જોવા મળી રહ્યા છે.
નવી દિલ્હીના શાહદરામાં સોમવારે રાત્રે થયેલ ફાયરિંગના CCTV ફૂટેજ આવ્યા સામે, 6 લોકો થયા ઘાયલ
આ ફાયરિંગમાં બંન્ને બાજુથી ત્રણ લોકોને ગોળી લાગી હતી, જે લોકોને સારવાર અર્થે હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં, પોલીસે CCTVમાં જોવા મળેલા શખ્સોને પકડવાની તજ-વિજ હાથ ધરી છે.